Gujarati News » Photo gallery » Red carpet history know where red carpet come from and other details of red carpet
Red Carpet : ખાસ લોકો આવે છે, ત્યારે શા માટે તેમના માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવે છે, જાણો તેની પાછળનું કારણ
Red Carpet History: જો રેટ કાર્પેટની વાત કરીએ તો તેનો ઈતિહાસ ઘણો જૂનો છે. આજે અમે તમને જણાવીએ કે શા માટે તે મોટી હસ્તીઓનું પ્રતિક બની ગયું અને તેનો ટ્રેન્ડ કેવી રીતે શરૂ થયો.
હમણાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ થયો. ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ-હોલીવુડ અભિનેત્રીઓએ રેડ કાર્પેટ પર દેખાડી અને પોતાનો ચાર્મ ફેલાવ્યો. આ ખાસ જગ્યા પર ખાસ લોકો માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી. જ્યારે પણ ખાસ લોકો આવે છે ત્યારે ત્યાં રેડ કાર્પેટ બિછાવવામાં આવે છે. રેડ કાર્પેટ હંમેશા ખાસ લોકો સાથે જોડાયેલું રહ્યું છે. તો આવી સ્થિતિમાં જાણીએ શું છે રેડ કાર્પેટની વાર્તા અને શા માટે ખાસ લોકો માટે બિછાવેલી કાર્પેટને રેડ કલર આપવામાં આવ્યો છે.
1 / 5
એક રિપોર્ટ અનુસાર, તેનો ઉલ્લેખ ગ્રીક નાટક અગામેમનોનમાં કરવામાં આવ્યો છે. તે પછી જ તે સૂચવવામાં આવે છે કે તે હંમેશા ખાસ લોકો માટે નાખવામાં આવે છે. આ અહેવાલ અનુસાર, આ સિવાય લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમના ક્યુરેટર સોનેટ સ્ટેનફિલનું કહેવું છે કે, રેડ કાર્પેટ રાજાઓ અને સમ્રાટો સાથે સંકળાયેલું છે.
2 / 5
આ સાથે જ રેડ કાર્પેટ સાથે જોડાયેલી એક ઘટના સામે આવી છે. જેમાં રેડ કાર્પેટ ખાસ હોવાના સંકેત છે. વર્ષ 1821માં જ્યારે યુએસ પ્રમુખ જેમ્સ મનરો કેલિફોર્નિયાના જ્યોર્જટાઉન શહેરમાં પહોંચ્યા, ત્યારે તેમના સ્વાગત માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી.
3 / 5
1922માં પ્રથમ વખત રોબિન હૂડ ફિલ્મના પ્રીમિયર માટે ઇજિપ્તીયન થિયેટરની સામે લાંબી રેડ કાર્પેટ બિછાવી હતી. આ પછી, એવું બન્યું કે સ્ટાર્સના રેડ કાર્પેટ પર ચાલવાની પ્રક્રિયા શરૂ થઈ. જ્યાં તમે સ્ટાર્સને ચમકતા જોઈ શકો છો.
4 / 5
1961માં એકેડેમી એવોર્ડ સમારંભમાં પહેલીવાર રેડ કાર્પેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેથી ફરીથી તે ખાસ લોકો સાથે જોડાયેલી હતી અને પછીથી તે ધીમે-ધીમે ખાસ લોકો માટે ખાસ કાર્પેટ બની ગઈ હતી.