Gujarati News » Photo gallery » | radhe shyam prabhas and pooja hegde starrer film earn 100 crore in 2 days
શાનદાર શરૂઆત: પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ Radhe Shyam એ કરી કમાલ, માત્ર બે દિવસમાં કરી આટલી કમાણી
પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ રાધે શ્યામે માત્ર બે દિવસમાં દિવસમાં 100 કરોડની કમાણી કરી લીધી છે. આ સિવાય વિશ્વવ્યાપી બોક્સ ઓફિસમાં પણ આ ફિલ્મ ટોચની 3 ભારતીય ફિલ્મોમાં સામેલ છે.
પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ 'રાધે શ્યામ'ની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને આ જ કારણ છે કે આ ફિલ્મ ખૂબ કમાણી કરી રહી છે. માત્ર 2 દિવસમાં ફિલ્મે 100 કરોડની કમાણી કરી લીધી છે.
1 / 5
ટ્રેડ એનાલિસ્ટ મનોબલા વિજયબાલને ટ્વિટર કરીને લખ્યું કે, રાધે શ્યામ ફિલ્મે બીજા દિવસે 100 કરોડની કમાણી કરી લીધી છે.
2 / 5
તેણે એમ પણ લખ્યું કે, આ ફિલ્મ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસમાં ટોચની 3 ભારતીય ફિલ્મોમાંની એક છે. રાધે શ્યામ 72.41, ભીમલા નાયકે 61.24 અને વલ્લીમાઈએ 59.48 કરોડની કમાણી કરી છે.
3 / 5
રાધે શ્યામની વાત કરીએ તો ફિલ્મમાં પ્રભાસ એક જ્યોતિષીનો રોલ કરી રહ્યો છે. જ્યારે પૂજા હેગડે સંગીત શિક્ષક છે.
4 / 5
આ ફિલ્મ દ્વારા પૂજા અને પ્રભાસ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે,બિગ બીએ આ ફિલ્મમાં નરેશન કર્યું છે.