ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ પીવી સિંધુ હવે ચૂંટણી લડશે, BWFના એથ્લેટ્સ કમિશનમાં સામેલ થશે

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે. તેમજ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર અને ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે

1/8
ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ 17 ડિસેમ્બરથી સ્પેનમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન BWF એથ્લેટ્સ કમિશન માટે ભાગ લેશે.

2/8
વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન સિંધુ હાલમાં બાલીમાં ઈન્ડોનેશિયા ઓપન સુપર 1000 ટૂર્નામેન્ટ રમી રહી છે. તે છ પોઝિશન માટે નોમિનેટ થયેલા નવ ખેલાડીઓમાંથી એક છે.

3/8
રમતગમતની સર્વોચ્ચ સંસ્થાએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, "એથ્લેટ કમિશનની ચૂંટણી (2021 થી 2025) સ્પેનમાં 17 ડિસેમ્બર 2021ના રોજ ટોટલ એનર્જી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ સાથે યોજાશે.

4/8
વર્તમાન ખેલાડીઓમાંથી માત્ર સિંધુ જ ફરીથી ચૂંટણી માટે ઉભા રહેશે. તેઓ અગાઉ 2017માં પણ ચૂંટાયા હતા. તે છ મહિલા પ્રતિનિધિઓમાંની એક છે.

5/8
 સિંધુની સાથે ઈન્ડોનેશિયાની મહિલા ડબલ્સ ખેલાડી ગ્રેસિયા પોલી પણ હશે, જે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા રહી ચૂકી છે. સિંધુને મે મહિનામાં IOCના 'બિલીવ ઇન સ્પોર્ટ્સ' અભિયાન માટે એથ્લેટ્સ કમિશનમાં પણ પસંદ કરવામાં આવી હતી.

6/8
વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન આ દિવસોમાં ઈન્ડોનેશિયામાં છે. તાજેતરમાં પૂર્ણ થયેલ ઈન્ડોનેશિયા માસ્ટર્સની સેમિફાઈનલમાં તે જાપાનની અકાને યામાગુચી સામે હારી ગઈ હતી. હવે તે બુધવારથી શરૂ થઈ રહેલી ઈન્ડોનેશિયા ઓપનમાં પોતાનું ફોર્મ ચાલુ રાખવા જશે.

7/8
પીવી સિંધુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. થોડા દિવસો પહેલા તે દીપિકા પાદુકોણ સાથે બેડમિન્ટન રમતી જોવા મળી હતી. આ સાથે જ તેણે રણવીર સિંહ અને દીપિકા સાથે ડિનર પણ લીધું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

8/8
તાજેતરમાં સિંધુને પદ્મ ભૂષણથી નવાજવામાં આવી છે. સિંધુ વર્ષ 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપની વિજેતા બની હતી. તેમને ખેલ રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati