
દૂધનો દર ₹45 થી ₹55 પ્રતિ લીટર ગણીએ, તો દૈનિક આવક ₹2,500 થી ₹3,000 સુધી થઈ શકે છે. આ રીતે માસિક આવક લગભગ ₹75,000 થી ₹90,000 સુધી પહોંચી શકે છે. તમામ ખર્ચ કાઢ્યા પછી માસિક નફો આશરે ₹40,000 થી ₹50,000 જેટલો થઈ શકે છે.

વધુમાં તમે દૂધ ઉપરાંત દહીં, ઘી, છાશ જેવા ઉત્પાદનો બનાવીને પણ વધારાની આવક ઊભી કરી શકો છો. આ વ્યવસાય શરૂ કરવા માટે સ્થાનિક મ્યુનિસિપલ લાયસન્સ, ફૂડ સેફ્ટી લાઇસન્સ (FSSAI) અને GST રજીસ્ટ્રેશન જરૂરી છે.

ગાય-ભેંસ પાલન માટે યોગ્ય સ્થળ પસંદ કરવું ખૂબ જરૂરી છે. ગામ કે શહેરના બાજુમાં, જ્યાં પાણી અને ચારા માટે પૂરતી સુવિધા હોય તેવો વિસ્તાર પસંદ કરવો જોઈએ, જેથી પશુઓને રોજિંદી જરૂરીયાતો સરળતાથી મળી શકે.

લીલો ચારો, સુકો ચારો અને પૂરક ખોરાકનું યોગ્ય આયોજન કરવાથી પશુઓ તંદુરસ્ત રહેશે અને દૂધ પણ વધારે પ્રમાણમાં આપશે. દૂધના વેચાણ માટે પહેલેથી યોજના બનાવવી જરૂરી છે. તમે દૂધ સીધું ગ્રાહકોને ઘર સુધી પહોંચાડવાનો વિકલ્પ અપનાવી શકો છો અથવા નજીકની ડેરી કંપનીને વેચાણ કરી શકો છો.

આનાથી તમને નિયમિત આવક મળશે અને બિઝનેસ વધુ સુવ્યવસ્થિત રીતે ચલાવી શકશો. માર્કેટિંગ માટે લોકલ દૂધના વેચાણ કેન્દ્રો, હોટલ, ચા સ્ટોલ, મીઠાઈની દુકાનો સાથે કોન્ટ્રાક્ટ કરી શકો છો. બીજું કે, સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ્સ મારફતે પણ ગ્રાહકોને જોડી શકો છો.

ડેરી શરૂ કરતા પહેલા પશુઓની તબિયત સારી છે કે નહીં, દૂધ આપવાની તેમની ક્ષમતા કેટલી છે, ખોરાક અને પાણીની પૂરતી સુવિધા છે કે નહીં તેમજ આસપાસના બજારમાં દૂધના ભાવ શું ચાલી રહ્યા છે, તે બધાનું સર્વેક્ષણ કરવું જરૂરી છે. આ તૈયારીથી તમારો વ્યવસાય મજબૂત પાયે ઉભો થશે અને જો માર્કેટ રેટ કરતાં ઓછા ભાવે દૂધ આપશો તો ગ્રાહકોની લાઇન લાગશે.