Gujarati News » Photo gallery » Priyanka chopra mother madhu chopra reveal why actress had not final the baby name
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે હજુ સુધી નથી રાખ્યું બેબીનું નામ, માતા મધુએ જણાવ્યું કારણ
પ્રિયંકા ચોપરા જાન્યુઆરીમાં માતા બની છે. અભિનેત્રી અને નિક જોનાસ સરોગસી દ્વારા માતા-પિતા બન્યા છે. જો કે અત્યાર સુધી અભિનેત્રીએ બાળક વિશે વધુ માહિતી આપી નથી.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ જાન્યુઆરીમાં માતા-પિતા બન્યા હતા. બંનેને સરોગસી દ્વારા એક પુત્રી છે. આ વાતની જાણકારી પ્રિયંકાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. જોકે પ્રિયંકાએ હજુ સુધી બાળક વિશે વધુ માહિતી આપી નથી. પરંતુ હવે પ્રિયંકાની માતા મધુ ચોપરાએ તેની પૌત્રી વિશે વાત કરી છે. તાજેતરના એક કાર્યક્રમ દરમિયાન મધુ ચોપરાએ તેની નાની બનવા પર ખુશી વ્યક્ત કરી હતી. બન્યું એવું કે મધુના ક્લિનિકને 14 વર્ષ પૂરા થયા. આ પ્રસંગે મધુએ દીકરી અને પૌત્રી વિશે વાત કરી.
1 / 5
મધુએ કહ્યું, "હું નાની બનીને ખૂબ જ ખુશ છું. ત્યારથી અત્યાર સુધી હું ખુશ રહું છું. મારા ચહેરા પર હંમેશા સ્મિત રહે છે. જ્યારે મધુને બાળકના નામ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, તેણે હજુ સુધી નામ નથી રાખ્યું. પંડિતજી નામ જોશે ત્યારે નામ રાખવામાં આવશે. અત્યારે નહીં."
2 / 5
બાળક વિશે વાત કરતી વખતે પ્રિયંકાએ લખ્યું, અમને એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે હું અને નિક સરોગસી દ્વારા માતા-પિતા બન્યા છીએ. અમે અત્યારે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. તેથી અમે આવા પ્રસંગે પ્રાઈવસી ઈચ્છીએ છીએ. આપ સૌનો આભાર.
3 / 5
પ્રિયંકા અને નિકના માતા-પિતા બનવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બંને બેબી પ્લાનિંગ કરી રહ્યા છે અને પછી પ્રિયંકાએ અચાનક માતા બનવાની બધાને ખુશખબર આપી.
4 / 5
પ્રિયંકાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'ધ મેટ્રિક્સ રિસર્ક્શન'માં જોવા મળી હતી અને હવે તે બોલિવૂડ ફિલ્મ 'જી લે જરા'માં જોવા મળશે.