AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahakumbh 2025 : પીએમ મોદીએ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી, માતા ગંગાની પૂજા કરી જુઓ ફોટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિવેણી સંગમમાં ડુબકી લગાવી છે. જેના ફોટો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, આ દરમિયાન પીએમ મોદીના હાથમાં રુદ્રાક્ષની માળા પણ જોવા મળી રહી છે.

| Updated on: Feb 05, 2025 | 1:53 PM
Share
  હિંદુ પંચાગ અનુસાર આ વર્ષે 5 ફ્રેબુ્આરીના રોજ માધ માસની ગુપ્ત નવરાત્રીની અષ્ટમી તિથિ છે. આ દિવસનું ખુબ ધાર્મિક મહત્વ છે. કારણ કે,આને ધ્યાન,તપ અને સાધના માટે ખુબ શુભ તિથિ માનવામાં આવે છે.

1 / 7
 માન્યતા છે કે, જે વ્યક્તિ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને સાધના કરે છે. તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ દરમિયાન ભગવા વસ્ત્રો પહેરી નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી.

2 / 7
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સંગમમાં ડૂબકી લગાવી હતી. આ પછી તેણે માતા ગંગાની પૂજા કરી. ત્રિવેણી સંગમ ખાતે, વડા પ્રધાને રુદ્રાક્ષની માળા પહેરી હતી. મંત્રોચ્ચાર કરતી વખતે પ્રદક્ષિણા કરી હતી.

3 / 7
તેમની આ યાત્રા દરમિયાન CM યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હતા. બોટના માધ્યમથી PM મોદી VIP લોકો માટે બનેલા અરેલ ઘાટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ ભક્તિમાં મગ્ન દેખાયા. પીએમ મોદી આજે સ્નાન માટે આવ્યા હોવાથી મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત હતી.

4 / 7
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 34 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે ,દર 12 વર્ષે યોજાતો મહાકુંભ મેળો અપ્રતિમ આધ્યાત્મિક ઉર્જાથી ભરેલો હોય છે, જેમાં લાખો ભક્તો મેળાના મેદાનમાં ઉમટી પડે છે. જ્યોતિષીઓ માને છે કે આ વર્ષે ત્રિવેણી યોગ, જે 144 વર્ષમાં એક વાર થતો દુર્લભ ખગોળીય ફેરફાર છે, તે ચાલુ કુંભ મેળાને ખાસ કરીને શુભ બનાવે છે.

5 / 7
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ઉત્સુક છે. ટ્રેન અને ફ્લાઈટમાં ભારે ભીડ થતી હોય એ જોતાં ગુજરાત એસટી અને ટુરિઝમ વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે વોલ્વો બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સુરત, વડોદરા અને રાજકોટના લોકોએ પણ પોતાના શહેરથી પ્રયાગરાજ બસમાં જઈ શકશે.

6 / 7
13મી જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન ભક્તો સંગમમાં સ્નાન કરી શકશે. સરકારના જણાવ્યા અનુસાર, આ વખતે 144 વર્ષના સંયોગ બાદ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જો કે, પ્રયાગરાજમાં દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે.

7 / 7

ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">