જાણો, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સાથે જોડાયેલી 9 ખાસ વાતો

ગુજરાતમાંથી આવતા મનસુખ માંડવિયા હવે દેશના નવા આરોગ્ય મંત્રી છે. તાજેતરના મંત્રીમંડળ વિસ્તરણમાં આ નવી જવાબદારી તેમને સોંપવામાં આવી છે.

1/9
મનસુખ માંડવિયાનો જન્મ ભાવનગર જિલ્લાના હાનોલ ગામે એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમણે ભાવનગર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. આ સિવાય તેમણે ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાંથી વેટરનરી સાયન્સમાં પણ ડિગ્રી મેળવી છે.

2/9
તેમણે વર્ષ 2002 માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે તેમણે પાલિતાણાથી વિધાનસભાની ચૂંટણી જીતી અને સૌથી યુવા ધારાસભ્ય બનવાનો રેકોર્ડ બનાવ્યો.

3/9
વર્ષ 2004 માં, માંડવિયાએ 123 કિમી લાંબી પદયાત્રાનું આયોજન કર્યું હતું, જે 'બેટી-બચાવો-બેટી પઢાઓ" સાથે સંકળાયેલું હતું. વર્ષ 2006 માં, તેમણે બીજી પદયાત્રાનું આયોજન કર્યું અને જે 127 કિમી લાંબી હતી. આ પદયાત્રામાં 52 ગામોને આવરી લેવામાં આવ્યા હતા.

4/9
વર્ષ 2019માં યુનિસેફ નામની સંસ્થા યુનાઇટેડ નેશન્સ હેઠળ મહિલાઓના સ્વાસ્થ્ય અને પીરિયડ્સ સંબંધિત જાગૃતિ લાવવા માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. માંડવિયાએ જનઔષધિ કેન્દ્ર દ્વારા 100 મિલિયન સેનેટરી નેપકિનનું વિતરણ કર્યું હતું.

5/9
માંડવિયાના લગ્ન ગીતાબેન માંડવિયા સાથે થયા છે. તે બે બાળકો પવન અને દિશાના પિતા છે. જેમાં પવન એક ઉદ્યોગ સાહસિક છે, દિશા MBBSનો અભ્યાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોવિડ -19 દરમિયાન દિશાએ ગુજરાતના વડોદરાની એક હોસ્પિટલમાં કામ કર્યું હતું.

6/9
મનસુખ માંડવિયા પોતાનો મોટાભાગનો સમય વાંચન, મુસાફરી અને સાયકલ ચલાવવામાં વિતાવે છે. વર્ષ 2015 માં, તેમને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી.

7/9
રાજ્યમંત્રી તરીકે, માંડવિયાએ 14 દેશોની યાત્રા કરી છે અને લગભગ દરેક ભારતીય રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત પણ લીધી છે. 540 દિવસમાં, તેણે 14 દેશની મુલાકાત કરી હતી અને લગભગ 4.9 લાખ કિમીનું અંતર કાપ્યું હતું. માંડવિયાએ રાજ્યમંત્રીના કાર્યકાળમાં 394 બેઠકો યોજી અને 332 કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

8/9
વર્ષ 2012 માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા.  તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, તેમણે 448 પ્રશ્નો પૂછ્યા હતા, જેમાંથી 86 ના જવાબો સરકારે આપ્યા હતા.

9/9
મનસુખ માંડવિયાએ ચીન, ઇઝરાયલ, ઓમાન, નેપાળ, દુબઇ અને ઉઝબેકિસ્તાન જેવા એશિયન દેશોની મુલાકાત લીધી છે. આ સિવાય ઈંગ્લેન્ડ, જર્મની, બ્રાઝિલ, આર્જેન્ટિના, કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા, રવાંડા, અલ્જેરિયા, હંગેરી, વિષુવવૃત્તીય ગિની, સ્વિટ્ઝરલેન્ડ, ઝામ્બિયા, ન્યુઝીલેન્ડ, ટોંગા, ફિજી અને ઓસ્ટ્રેલિયા દેશની મુલાકાત લીધી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati