રાષ્ટ્રપતિ કોવિંદના વિદાય ભોજન સમારંભને PM મોદીએ ખુદ હોસ્ટ કર્યો, જુઓ Farewellની સુંદર તસવીરો

વડાપ્રધાન (PM Narendra Modi) દ્વારા આયોજીત આ વિદાય ભોજન સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ, કેબિનેટ મંત્રી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ઉપરાંત વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 8:44 AM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે વિદાય રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. જેનું આયોજન હોટલ અશોકા ખાતે કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના દ્વારા આયોજીત વિદાય ભોજન સમારંભમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

1 / 5
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 જુલાઈએ તેમનો સફળ કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ રાજીનામું આપશે. આ પહેલા પીએમ મોદીએ ​​વિદાય ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ વિદાય સમારંભમાં પદ્મ પુરસ્કારથી સન્માનિત અનેક લોકો પણ હાજર રહ્યા હતા.

2 / 5
વડાપ્રધાન દ્વારા આયોજીત આ વિદાય ભોજન સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ, કેબિનેટ મંત્રી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ઉપરાંત વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તસવીરમાં રામનાથ કોવિંદ સાથે તેમના પત્ની પણ જોવા મળી રહ્યા છે.

3 / 5
વિદાય ભોજન સમારંભ દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આદિવાસી સમુદાયના લોકોને પણ મળ્યા હતા. વિદાય ભોજન દરમિયાન તે લોકો પણ હાજર હતા. આ તસવીરમાં મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ જોવા મળી રહ્યા છે.

4 / 5
તમને જણાવી દઈએ કે 25 જુલાઈએ દ્રૌપદી મુર્મુ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. મુર્મુએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાને હરાવ્યા છે. મુર્મુ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">