President Droupadi Murmu: દ્રૌપદી મુર્મૂ બન્યા ભારતના 15માં રાષ્ટ્રપતિ, જુઓ સંપૂર્ણ શપથ ગ્રહણ સમારોહ ફોટોમાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદમાં શપથ લીધા બાદ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન તેને 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યુ હતુ. દ્રૌપદી મુર્મૂ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 12:59 PM
દ્રૌપદી મુર્મૂ સોમવારના રોજ દેશના 15માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. તેમણે સવારે 10.15 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમણાએ શપથ ગ્રહણ લેવડાવ્યા હતા. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહ્યા હતા.

1 / 7
દ્રૌપદી મુર્મૂ સોમવાર સવારે રાષ્ટ્રપતિ પદના શપથ લેતા પહેલા રાષ્ટ્રપતિ ભવન પણ ગયા હતા. તેનું સ્વાગત રામનાથ કોવિંદે  કર્યું હતુ. ત્યારબાદ સંસદ ભવન માટે રામનાથ કોવિંદની સાથે રાષ્ટ્રપતિના કાફલા સાથે રવાના થયા હતા.

2 / 7
દ્રૌપદી મુર્મૂ દેશની સૌથી ઓછી ઉંમરના રાષ્ટ્રપતિ બન્યા છે. આ સાથે તે રાષ્ટ્રપતિ બનનારી બીજી ભારતીય મહિલા છે અને પ્રથમ આદિવાસી મહિલા છે. તેમણે સોમવારના રોજ સંસદના સેન્ટ્રલ હોલમાં સીજેઆઈએ પદના શપથ અપાવ્યા હતા

3 / 7
રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રોપદી મૂર્મુએ સંસદમાં કહ્યું લોકતંત્રની તાકાતે મને અહિયા સુધી પહોંચાડી છે. દેશવાસીઓના હિત જ મારી પાસે સર્વોપરિ છે, સૌના પ્રયાસોથી જ ઉજ્જવલ ભવિષ્યનું નિર્માણ થશે. મને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવા માટે  તમામ લોકોનો આભાર

4 / 7
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈના રોજ સમાપ્ત થયો છે. સંસદમાં શપથ ગ્રહણ સમારોહ પહેલા દ્રોપદી મૂર્મુ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. ત્યારબાદ રામનાથ કોવિંદ સાથે સંસદમાં પહોંચ્યા હતા.

5 / 7
સંસદમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ દ્રૌપદી મુર્મૂએ સંદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે ,રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું તેમની વ્યક્તિગત ઉપલબ્ધિ નથી પરંતુ દેશના દરેક ગરીબની ઉપલબ્ધિ છે. આ પછી, તેઓ સંસદમાં સભ્યોને મળ્યા અને તેમનું અભિવાદન સ્વીકાર્યું.

6 / 7
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, 'વિશ્વના કલ્યાણની ભાવના સાથે, હું તમારા બધાના વિશ્વાસ પર ખરા ઉતરવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કામ કરવા માટે હંમેશા તૈયાર રહીશ.'

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">