દ્રૌપદી મુર્મૂ શાકાહારી છે પણ એવુ શું થયુ કે રાજનાથ સિંહ માટે બનાવડાવી માછલી, વાંચો તેમના આદર-સત્કાર અને સાદગી સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા

દ્રૌપદી મુર્મુ તેમની સાદગી, આદર સત્કાર અને તેમની વિનમ્રતા માટે જાણીતા છે. હંમેશા નિર્વિવાદી રહેલા મુર્મૂના જાહેરજીવન દરમિયાનના અનેક એવા કિસ્સાઓ છે જે ભાગ્યે જ કોઈ સામાન્ય વ્યક્તિને ખબર હશે. આવો જાણીએ મહામહિમના આવા રોચક કિસ્સાઓ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 11:53 AM
દ્રૌપદી મુર્મૂને ભાજપે જ્યારેથી ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી આ નિર્ણયની ચોમેરથી સરાહના થઈ રહી હતી. દેશમાં અત્યાર સુધીમાં એકમાત્ર મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે- પ્રતિભા પાટિલ અને હવે દ્રૌપદી મુર્મૂના રૂપે દેશને બીજા મહિલા રાષ્ટ્રપતિ મળ્યા છે. જો કે આદિવાસી મહિલા તરીકે તેઓ દેશના સૌપ્રથમ રાષ્ટ્રપતિ છે. દ્રૌપદી મુર્મૂની સાદગી વિશે પણ ઘણી ચર્ચા થાય છે. તેમનો પહેરવેશ, ખાનપાન, જીવનશૈલી, રીતભાત, વર્તન.. ખૂબ જ સાદગીભર્યા રહ્યા છે. તેઓ તેમના આતિથ્ય સત્કાર માટે પણ ઘણા જાણીતા છે. તેમના આદર સત્કાર સાથે જોડાયેલ એક કિસ્સો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

1 / 5
તે દિવસોમાં તે ઝારખંડના રાજ્યપાલ હતા. રાજભવનના ઓપરેશનલ ઈન્ચાર્જ એસ.એસ. પરિહારના કહેવા પ્રમાણે, જ્યારે મુર્મૂ પ્રથમ વખત રાજ્યપાલ બન્યા ત્યારે તેમણે નિર્દેશ આપ્યો હતો કે રસોડામાં માત્ર શાકાહારી ભોજન જ તૈયાર કરવામાં આવશે. જો કે, મહેમાનો અને તેમના નોન-વેજ  ખાતા કર્મચારીઓ માટે અલગથી ભોજન બનાવવાની વ્યવસ્થા પણ તેમણે કરાવી રાખી હતી.

2 / 5
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, એક ઘટનાને યાદ કરતા પરિહાર કહે છે, “તત્કાલીન ગૃહમંત્રી રાજનાથ સિંહ એકવાર રાજભવન ગયા હતા અને મેડમને ખબર પડી કે તે માછલી ખાય છે. ત્યારે મુર્મુએ તેમના માટે અલગ જગ્યાએ નોન-વેજ ફૂડ બનાવડાવ્યુ હતુ. જો કે, જ્યારે રાજનાથસિંહને જ્યારે ખબર પડી કે મુર્મૂ માત્ર શાકાહારી ખોરાક જ ખાય છે, ત્યારે તેમણે પણ આગ્રહ કર્યો કે તેઓ પણ શાકાહારી ભોજન જ ખાશે.

3 / 5
ઝારખંડ સરકારમાં મુખ્ય સચિવ નીતિન મદન કુલકર્ણી તત્કાલિન રાજ્યપાલ મુર્મૂના અંગત સચિવ હતા, તેઓ પણ મુર્મૂની સાદગી સાથે જોડાયેલી એક ઘટના જણાવે છે. કુલકર્ણીના મતે દ્રૌપદી મુર્મૂ ખૂબ જ નમ્ર છે. એકવાર તેમની સાથે તેમનું સહયોગી દળ રાયરંગપુરમાં તેમના ઘરે ગયા. ત્યાં અધિકારીઓ માટે પૂરતી જગ્યા નહોતી. આવી સ્થિતિમાં ઓડિશા સરકારે તેમના રહેવાની વ્યવસ્થા કરી હતી. તો મુર્મૂએ તમામ અધિકારીઓને ત્યાં જ રહેવા કહ્યું, પરંતુ તેઓ પોતાના જૂના મકાનમાં જ રહ્યા હતા.

4 / 5
મહિલા શિક્ષણ પર તેમણે હંમેશા ભાર મૂક્યો હતો. ઝારખંડમાં એવો એક પણ જિલ્લો બાકી ન હતો જ્યાં તેમણે નબળા વર્ગની છોકરીઓ માટે બનાવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની મુલાકાત લીધી ન હોય અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરી હોય. તેના પતિ અને બંને પુત્રોને ગુમાવ્યા પછી, મુર્મુએ ઓડિશાના પહાડપુર ગામમાં આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે એક નિવાસી શાળા પણ ખોલી. ત્યાંની એક વિદ્યાર્થિની પ્રજ્ઞા પ્રમિતા કહે છે, “છેલ્લી વાર જ્યારે દ્રૌપદીજી અહીં આવ્યા હતા, ત્યારે તેઓ અમારા માટે ભૂમિતિ બોક્સ, એક ડાયરી અને પેન લાવ્યા હતા. તેમણે અમને કહ્યું હતુ કે જો અમારે તેમના જેવા બનવું હોય, તો અમારે સખત મહેનત કરવી જોઈએ."

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">