Gujarati News » Photo gallery » PM Narendra Modi inaugurated the National Emblem cast on the roof of the new Parliament building
નવા સંસદ ભવનનો અશોક સ્તંભ અનેક સુવિધાઓથી સજ્જ , PM મોદીએ કર્યું અનાવરણ, જુઓ ફોટો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદ ભવનનાં નવા બિલ્ડીંગમાં અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમાની ઉંચાઈ 6.5 મીટર છે આ મૂર્તિનું વજન 6500 કિલોગ્રામ છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી સંસદ ભવનનું નિર્માણ કરી રહેલા કામદારો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું. રાષ્ટ્રીય પ્રતીક 9500 કિલોગ્રામ વજન સાથે બ્રોન્ઝથી બનેલું છે.
1 / 6
રાષ્ટ્રીય પ્રતિક જોવામાં ખુબ વિશાળ છે તેની ઉંચાઈ 6.5 મીટર છે. આને નવા સંસદ ભવનની ટૉચ પર બનાવવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય પ્રતિકને સહારો આપવા માટે તેની આસપાસ અંદાજે6,500 કિલોગ્રામ સ્ટીલની સંરચનાનું નિર્માણ કરવામાં આવ્યું છે
2 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન સંસદ ભવનના નિર્માણ કાર્યમાં લાગેલા મજુરો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક લગાવવાનું કામ 8 અલગ-અલગ તબક્કોમાં પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં માટીથી મૉડલ બનાવવાથી લઈ કોમપ્યુટરથી ગ્રાફિક તૈયાર કરવું અને કાંસ્ય નિર્મિત આકૃતિને પોલિશ સામેલ છે
3 / 6
આની અન્ય ખાસિયતની વાત કરીએ તો આની સાથે 2 હજારોથી વધુ વર્કરોએ સાથે મળી બનાવ્યું છે, ક્રેનની મદદથી સંસદ ભવનની ઉપર નિર્માણ કરવામાં આવી રહ્યું છે
4 / 6
અશોક સ્તંભનો જે ફોટો બહાર આવી રહ્યો છે તેમાં ત્રણેય સિંહો સારી રીતે દેખાઈ રહ્યા છે. તેની કિંમતની વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર તેના પર લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
5 / 6
જણાવી દઈએ કે, પીએમ મોદીએ લગભગ બે વર્ષ પહેલા 10 ડિસેમ્બર 2020ના રોજ નવી ઈમારતનો શિલાન્યાસ કર્યો હતો. તે સમયે પીએમ મોદીની સાથે શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હતા.