અમદાવાદમાં વિકાસની ગતિને લીલી ઝંડી, PM મોદીએ આપી વંદે ભારત ટ્રેન અને મેટ્રોની ભેટ

PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદને વિકાસના ડબલ એન્જિનને લીલી ઝંડી આપી છે. આજે વંદે ભારત ટ્રેન અને મેટ્રો ટ્રેનની ભેટ મળી છે. તેના કારણે જનતાને વધુ સુવિધાયુકત મુસાફરીને આનંદ મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 5:01 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ , છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ જેની રાહ જોતા હતા એવી અમદાવાદ મેટ્રો રુટના પ્રથમ ફેઝની શરુઆત કરાવી છે. વડાપ્રધાને અમદાવાદીઓને નવરાત્રીમાં જ આ મોટી ભેટ આપી છે. હવે અમદાવાદમાં બે કોરીડેરમાં મેટ્રો ટ્રેન દોડશે. પ્રધાનમંત્રી મેટ્રોમાં મુસાફરી કરીને થલતેજ દૂરદર્શન કેન્દ્રના મેટ્રો સ્ટેશન ખાતે પહોચ્યા હતા. જે દરમિયાન CCTVની સુવિધા તેમજ સુરક્ષા માટે પોલીસ જવાનો સ્ટેશનો ઉપર તહેનાત જોવા મળ્યા.

1 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવ્યો. વડાપ્રધાન ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યાં હતા, ત્યાંથી કાલુપુર મેટ્રો સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર સુધીના મેટ્રો સ્ટેશન સુધી  મેટ્રોમાં સવારી કરી હતી.

2 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેપિટલ રેલ્વે સ્ટેશન ગાંધીનગરથી 'વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેનને લીલીઝંડી આપી શુભારંભ કરાવ્યો વડાપ્રધાન મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નિરીક્ષણ કરીને ગાંધીનગરથી અમદાવાદ સુધી ટ્રેનની સફર પણ માણી, આ નવીન ટ્રેન કેપીટલ રેલવે સ્ટેશન, ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડશે.

3 / 5
ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેનને પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નીકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નીકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓને હવે અટકાવી શકાશે. આ ટેક્નીકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.  કેન્દ્ર સરકાર દ્વારા 2022ના બજેટમાં 2000 કિલોમીટર સુધીના રેલ નેટવર્કને ‘કવચ’ હેઠળ લાવવાની યોજના વિશે એલાન કરવામાં આવ્યું હતું અને માર્ચ 2022માં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેનું સફળ પરીક્ષણ પણ કર્યું હતું.

4 / 5
વંદે ભારત ટ્રેન અને મેટ્રોને લીલી ઝંડી આપવાના આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ, અશ્વિની વૈષ્ણવ,રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ સહિત અનેક મંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યા. તેમણે સાથે મેટ્રો અને વંદે માતરમ ટ્રેનની મુસાફરીનો આનંદ લીધો હતો.

(Input Credit - Divyang Bhavsar - Urvish Soni)

વંદે ભારત ટ્રેન અને મેટ્રોને લીલી ઝંડી આપવાના આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ, અશ્વિની વૈષ્ણવ,રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ સહિત અનેક મંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યા. તેમણે સાથે મેટ્રો અને વંદે માતરમ ટ્રેનની મુસાફરીનો આનંદ લીધો હતો. (Input Credit - Divyang Bhavsar - Urvish Soni)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">