
અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ પેન્શન યોજનાનું માસિક યોગદાન (55 થી 200 રૂપિયા જે ઉંમર પ્રમાણે નક્કી થાય છે) પણ પીએમ કિસાનના 6,000 રૂપિયાની રકમમાંથી સીધું કાપવામાં આવશે.

ધારો કે જો તમે 40 વર્ષની ઉંમરે દર મહિને 200 રૂપિયાનું સૌથી વધુ યોગદાન પસંદ કર્યું છે, તો તમારી 6,000 રૂપિયાની રકમમાંથી વાર્ષિક 2,400 રૂપિયા કાપવામાં આવશે અને બાકીના 3,600 રૂપિયા તમારા ખાતામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદીએ 2 ઓગસ્ટ 2025 ના રોજ દેશભરના 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો 20મો હપ્તો ટ્રાન્સફર કર્યો. જો તમે પણ પીએમ કિસાનના લાભાર્થી છો અને હપ્તો મળ્યો નથી, તો pmkisan.gov.in પર જાઓ અને યાદીમાં તમારું નામ તપાસો. જો નામ નથી, તો જરૂરી માહિતી અપડેટ કરો, જેથી ભવિષ્યમાં બંને યોજનાઓનો લાભ સમયસર મળી શકે. (All Image - Canva)
Published On - 4:59 pm, Tue, 5 August 25