સ્ટાઈલીશ અંદાજ માટે જાણીતી Sachin Tendulkarની પુત્રી ‘સારા’ બાંદ્રામાં જોવા મળી, તસ્વીરો થઈ વાયરલ

ભારતના દિગ્ગજ બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)ને ભારતીય ક્રિકેટમાં ભગવાન માનવામાં આવે છે. તેંડુલકરની પુત્રી સારા પોતાના ગ્લેમરસ અવતાર માટે ખૂબ જાણીતી છે. ફેન્સ પણ તેની ખૂબસુરતીને પસંદ કરે છે. આવામાં ફેન્સ પણ તેની એક ઝલક જોવા માટે બેતાબ રહેતા હોય છે.

  • Publish Date - 10:47 pm, Sun, 6 June 21 Edited By: Kunjan Shukal
1/5
ભારતના દિગ્ગજ બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)ને ભારતીય ક્રિકેટમાં ભગવાન માનવામાં આવે છે. તેંડુલકરની પુત્રી સારા પોતાના ગ્લેમરસ અવતાર માટે ખૂબ જાણીતી છે. ફેન્સ પણ તેની ખૂબસુરતીને પસંદ કરે છે. આવામાં ફેન્સ પણ તેની એક ઝલક જોવા માટે બેતાબ રહેતા હોય છે.
2/5
સારા (Sara Tendulkar)એ એક એનિમલ પ્રિન્ટેડ રેપ ડ્રેસ પહેરીને નજર આવી છે. તેણે ચહેરા પર બ્લેક માસ્ક પહેર્યુ હતુ અને ખુલ્લા વાળમાં તે નજર આવી રહી હતી. તેને જોઈને જ પાપારાઝી તેની તસ્વીર લેવા માંડ્યા હતા, પરંતુ સારા કશુ જ બોલ્યા ચાલ્યા વિના ત્યાંથી નિકળી ગઈ હતી.
3/5
કોરોના વાયરસના વધેલા પ્રમાણને લઈને મુંબઈમાં હાલમાં અનેક પ્રતિબંધો છે તો દેશના અન્ય ક્ષેત્રોની માફક મુંબઈમાં પણ માસ્ક વગર બહાર ફરવાથી કાર્યવાહી થઈ શકે છે. આવામાં સારા તેંડુલકર પણ સતર્કતા સાથે બહાર નિકળેલી જોવા મળી હતી.
4/5
મુંબઈમાં લોકડાઉનમાં હવે ધીરે ધીરે હળવાશ થઈ રહી છે. કેટલાક પ્રકારની છુટછાટ મળી રહી છે. આવામાં સચિન તેંડુલકરની પુત્રી સારા પણ મુંબઈના બાંદ્રામાં એક ક્લિનીકની બહાર નજર આવી હતી. જેની તસ્વીરો વાયરલ થવા લાગી હતી.
5/5
સારા ઈન્સ્ટ્રાગ્રામ પર પણ ખૂબ એક્ટીવ રહે છે. તે મોટેભાગે પોતાના વીડિયો અને તસ્વીરો શેર કરે છે. સારા તેંડુલકરને ફેશનિસ્ટા માનવામાં આવે છે. તેની સ્ટાઈલીશ અંદાજ તેના ઈન્સ્ટાગ્રામ પર જોવા મળતો રહેતો હોય છે.