296 કિમીનો બુંદેલખંડ એક્સપ્રેસ વે લખશે વિકાસગાથા, મુસાફરીનો સમય ઘટાડવાની સાથે સાથે બદલી નાખશે યુપીની તસ્વીર, જુઓ Photos

Bundelkhand Express Way: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી જુલાઈ, 2022ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને સવારે 11:30 વાગ્યે જાલૌન જિલ્લાના ઓરાઈ તાલુકાના કૈથેરી ગામમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે. ચાલો જાણીએ આ એક્સપ્રેસ-વે વિશેની રોમાંચક વાત.

Jul 13, 2022 | 10:38 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 13, 2022 | 10:38 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી જુલાઈ, 2022ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરશે. તમને જણાવી દઈએ કે તેની આધારશિલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી, 2020 માં મુકી હતી.

1 / 5
એક્સપ્રેસવે પરનું કામ 28 મહિનામાં પૂર્ણ થઈ ગયું છે. સરકાર દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે, જેનું મુખ્ય લક્ષણ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા તરફનું કામ છે. લગભગ 14,850 કરોડ રૂપિયાની કિંમતથી 296 કિલોમીટર ફોર લેન એક્સપ્રેસ-વે બનાવવામાં આવ્યો છે. તેનાથી ઘણા ક્ષેત્રોમાં કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસના નિર્માણમાં ફાયદો થશે.

2 / 5
ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (UPEIDA)ના નેજા હેઠળ આ ચાર-માર્ગીય એક્સપ્રેસ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પછીથી તેને છ લેન સુધી પણ વિસ્તૃત કરી શકાય છે. તે ચિત્રકૂટ જિલ્લામાં ભરતકૂપ નજીકના ગોંડા ગામ ખાતે NH-35 થી ઇટાવા જિલ્લાના કુદરેલ ગામ નજીક વિસ્તરે છે, જ્યાં તે આગ્રા-લખનૌ એક્સપ્રેસવે સાથે મળી જાય છે. તે 7 જિલ્લાઓમાંથી પસાર થાય છે – ચિત્રકૂટ, બાંદા, મહોબા, હમીરપુર, જાલૌન, ઔરૈયા અને ઇટાવા.

3 / 5
દેશના સૌથી પછાત વિસ્તારો પૈકીનું એક ગણાતા બુંદેલખંડ આગ્રા-લખનૌ એક્સપ્રેસવે અને યમુના એક્સપ્રેસવે દ્વારા રાષ્ટ્રીય રાજધાની સાથે સીધું જોડાયેલું છે. બુંદેલખંડ એક્સપ્રેસ વેથી દિલ્હી અને ચિત્રકૂટ વચ્ચેનો મુસાફરીનો સમય અગાઉના 9-10 કલાકથી ઘટીને માત્ર  6 કલાક થવાની ધારણા છે.

4 / 5
આ પ્રદેશમાં કનેક્ટિવિટી સુધારવાની સાથે બુંદેલખંડ એક્સપ્રેસ વે આર્થિક વિકાસને પણ મોટો વેગ આપશે, જેના પરિણામે સ્થાનિક લોકો માટે હજારો નોકરીઓનું સર્જન થશે. એક્સપ્રેસ-વેની બાજુમાં બાંદા અને જાલૌન જિલ્લામાં ઔદ્યોગિક કોરિડોર બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati