
જો ફોનનું ચાર્જર સંપૂર્ણપણે સુકાઈ નહીં જોય તો શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ફોનનો ચાર્જર શોર્ટ આઉટ પણ થઈ શકે છે અને આગ પકડી શકે છે.

ફોનને ચાર્જિંગ માટે પ્લગ ઇન કરતા પહેલા ચાર્જરના USB પોર્ટની પણ તપાસ કરવી જોઈએ. વરસાદ પણ તેમાં ભેજનું કારણ બની શકે છે અને ચાર્જરને તેમજ તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે.

વરસાદના પાણીમાં ચાર્જર ભીનું થઈ જાય તો તેમાં કાટ પણ લાગી શકે છે ઇલેક્ટ્રિકલ ખામીઓનું કારણ બનીને ચાર્જર પોર્ટને નુકસાન પહોંચાડી શકે છે. આ બધાથી બચાવવા માટે કેબર અને એડપ્ટરને સંપૂર્ણ સૂકાઈ જવા દો, જલદી સુકવવા માટે તમે ડ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો
Published On - 11:23 am, Mon, 18 August 25