
ખાસ કરીને જે લોકો મગફળીની એલર્જી હોય છે, અથવા જેમની પાચનશક્તિ નબળી હોય છે, તેમને વધુ પડતી મગફળી ખાવાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ કે કોને મગફળી ખાવાનું ટાળવું જોઈએ.

જે લોકોની પાચનશક્તિ ઓછી હોય, તેઓએ મગફળી ખાવાનું ટાળવું જોઈએ. તે પેટમાં દુખાવો, ગેસ, અપચો અને ઝાડાનું કારણ બની શકે છે. મગફળીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે કેટલાક લોકો માટે તેને પચાવવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

કેટલાક લોકોને મગફળીથી એલર્જી હોઈ શકે છે. આ એલર્જી ખૂબ સામાન્ય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, તે ગંભીર પણ હોઈ શકે છે. મગફળીની એલર્જીના લક્ષણોમાં ખંજવાળ, સોજો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણો દેખાય છે.

મગફળી ખાવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી શકે છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. સંધિવા અથવા હાયપરયુરિસેમિયાથી પીડિત લોકોએ મગફળીનું સેવન મર્યાદિત કરવું જોઈએ, કારણ કે તે સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

કિડનીના રોગવાળા લોકોએ મગફળી ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મગફળીમાં પ્રોટીન, પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે, તેથી કિડનીના દર્દીઓએ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. વધુ પડતી મગફળી ખાવાથી કિડની પર દબાણ આવી શકે છે અને શરીરમાં વધારાનો કચરો જમા થઈ શકે છે.

જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમને મગફળીના ખાવી ના જોઈએ. મગફળી ખાવાથી શરીરમાં ચરબી અને કેલરી વધારે છે. વધુ પડતી મગફળી ખાવાથી વજન વધી શકે છે.