Mount Everest કરતા પણ ખતરનાક છે પાકિસ્તાનનો K2 પહાડ, 25 ટકાથી વધુ લોકોના થાય છે મોત

K2 ખતરનાક હોવાનું એક કારણ એ પણ છે કે એવરેસ્ટની (Mount Everest) સરખામણીમાં અહીં વધુ હિમસ્ખલન થાય છે. માટે K2 પર ચઢવા માટે હિંમત અને નસીબ બંનેની જરૂર પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 12:05 AM
K2ને સાયરન ઓફ હિમાલય કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે 20માંથી ફક્ત એક પર્વતારોહક આ ટેકરી પર ચઢી શકે છે. બસ આ જ કારણ છે કે તેને દુનિયાનો સૌથી ખતરનાક પહાડ કહેવામાં આવે છે. K2 પર સરેરાશ મૃત્યુ દર 25 ટકાથી વધારે છે, જ્યારે એવરેસ્ટ પર આ દર ફક્ત 6.5 ટકા જ છે.

1 / 9
દુનિયાની સૌથી ઉંચી ટોચ માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ 8,848 મીટર છે, જ્યારે K2ની હાઈટ 8511 મીટર છે તો પણ તે દુનિયાભરના પર્વતારોહકો માટે એક સમસ્યા છે. 2008માં અહીં દુનિયાની સૌથી ખરાબ ઘટના બની હતી. એક જ દિવસમાં 11 પર્વતારોહકો ચઢાણ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા.

2 / 9
K2ની મુશ્કેલી તેની લોકેશનના કારણે વધી જાય છે. માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં છે, જે હંમેશા પર્યટકોના સ્વાગત માટે તૈયાર હોય છે અને તેમને સારી સુવિધાઓ પણ આપે છે. જ્યારે K2 પાકિસ્તાનના કારાકોરમ રેન્જમાં આવે છે. જ્યાં પહોંચવુ એજ એક મોટી સમસ્યા છે. દેવામાં ડૂબેલા આ દેશમાં કોઈ પણ જાતની સુવિધાઓ નથી, પર્યટકોને ત્યાંના વિઝા મેળવવા માટે પણ મુસીબતોનો સામનો કરવો પડે છે.

3 / 9
એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચવુ વધારે સરળ છે. કારણ કે અહીં રસ્તા વધારે સારા છે. ત્યાં મદદ કરવા માટે અનુભવી શેરપા પણ સરળતાથી મળી જાય છે. જ્યારે પાકિસ્તાનમાં એવુ નથી. બેઝ કેમ્પ સુધી પહોંચવા માટે જ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગ્લેશિયર, પથ્થરો અને બરફ તમને બેઝ કેમ્પ સુધી પહોંચ્યા પહેલા જ થકાવી દે છે.

4 / 9
એવરેસ્ટ પર દર વર્ષે મોટી સંખ્યામાં પર્વતારોહકો આવે છે. જેના કારણે અહીં ટોચ સુધીના રૂટ સારી રીતે બનાવવામાં આવ્યા છે. જ્યારે K2નો રૂટ સ્પષ્ટ નથી. તમારે પર્વતો અને વાતાવરણને જોઈને જ આગળ વધવુ પડે છે. આ પર્વત ત્રિકોણ છે જેના કારણે એક આખો દિવસ તમારે સીધી ચઢાઈ કરવી પડે છે.

5 / 9
એવરેસ્ટ પર ચઢતી વખતે શરૂઆતમાં એક બે દિવસ નાના ગામડાઓ મળે છે, જેમાં તમને થોડો આરામ મળી શકે છે. પરંતુ K2 પર તેવુ નથી અહીં પહાડ એકદમ સુમસાન છે, જ્યાં દૂર દૂર સુધી ફક્ત બરફ જ જોવા મળે છે. જો તમે અહીં કોઈ મુસીબતમાં મુકાયા તો મદદ મળવામાં પણ કેટલાક દિવસો નીકળી જશે.

6 / 9
પાકિસ્તાની પર્વતારોહી મોહમ્મદ અલી સાદપારા સહિત ત્રણ પર્વતારોહકોના મૃતદેહ પાંચ મહિના પછી મળ્યા. શિયાળામાં એક અલગ રૂટથી ચઢાણનો પ્રયત્ન કરવા ગયેલા આ લોકો 5 ફેબ્રુઆરીથી ગુમ હતા.

7 / 9
એવરેસ્ટ દુનિયાભરમાં ખૂબ લોકપ્રિય છે. એટલે જ કેટલીક કંપનીઓ અને ગાઈડ પર્વતારોહકોને ટોચ સુધી લઈ જવા માટે તૈયારીઓ કરે છે. પોપ્યુલર રૂટ પર દોરડાં બાંધીને ચઢાણ કરવુ ખૂબ સહેલું પડે છે. પરંતુ K2 પર આવી કોઈ જ સુવિધા નથી.

8 / 9
K2 ખતરનાક હોવાનું એક કારણ એ પણ છે કે એવરેસ્ટની સરખામણીમાં અહીં વધુ હિમસ્ખલન થાય છે. માટે K2 પર ચઢવા માટે હિંમત અને નસીબ બંનેની જરૂર પડે છે. એવરેસ્ટની સરખામણીમાં K2 ઉત્તરમાં સ્થિત છે. માટે અહીં વાતાવરણને લઈને કોઈ પણ ભવિષ્યવાણી કરી શકાય તેમ નથી.

9 / 9

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">