પીરિયડ્સ દરમિયાન પેઇનકિલર્સ લેવી કેટલી સુરક્ષિત છે? પહેલા જાણી લો ડૉક્ટરની સલાહ
પીરિયડ્સ દરમિયાન, મોટાભાગની સ્ત્રીઓને પેટના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો પણ થાય છે. આ પ્રકારની પીડાને સામાન્ય રીતે પીરિયડ ક્રેમ્પ્સ કહેવામાં આવે છે. ઘણી સ્ત્રીઓમાં આ દુખાવો એટલો તીવ્ર હોય છે કે તેઓ 3 દિવસ સુધી પથારીમાંથી ઉઠી પણ શકતી નથી.
1 / 7
પીરિયડ્સ અથવા માસિક સ્રાવ એ એક સામાન્ય કુદરતી જૈવિક પ્રક્રિયા છે, જે દરેક સ્ત્રીને ચોક્કસ ઉંમર પછી પસાર કરવી પડે છે. સાથે જ આ સમયગાળા દરમિયાન મહિલાઓને પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે.
2 / 7
ઉદાહરણ તરીકે, પિરિયડ્સ દરમિયાન કેટલીક મહિલાઓને મૂડ સ્વિંગ પરેશાન કરે છે, કેટલાકને આ સમયગાળા દરમિયાન વધુ ભૂખ લાગે છે, જ્યારે કેટલીકને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આ સ્થિતિમાં, નબળાઇ શરીરને પકડે છે અને સ્ત્રીઓને સમયે સમયે ચક્કર અથવા થાકનો અનુભવ થાય છે.
3 / 7
પીરિયડ્સથી રાહત મેળવવા માટે ઘણીવાર પેઇન કિલરનો આશરો લે છે. જો કે, આ સમય દરમિયાન મોટાભાગની મહિલાઓના મનમાં એક પ્રશ્ન હોય છે કે, શું પીરિયડ્સ દરમિયાન પેઇન કિલર લેવી સલામત છે? અથવા ગર્ભાવસ્થા પર તેની કોઈ અસર થઈ શકે છે? ચાલો જાણીએ નિષ્ણાતોના આ પ્રશ્નોના જવાબ-
4 / 7
નિષ્ણાતો શું કહે છે? તેના તરફ નજર કરીએ તો આ બાબતે પબ્લિક ડોમેઇનમાં જણાવ્યા અનુસાર મેક્સ હોસ્પિટલના એસોસિયેટ ડાયરેક્ટર - ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી ડો. સુમન લાલ કહે છે, 'માસિક સ્રાવ દરમિયાન પેઈન કિલર લેવાનું સંપૂર્ણપણે સલામત છે, અને તેની ગર્ભાવસ્થા પર પણ કોઈ અસર થતી નથી. જો કે, કોઈપણ દવા મર્યાદિત માત્રામાં લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
5 / 7
કેટલી ગોળીઓ લેવી ? તેની વાત કરવામાં આવે તો આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. સુમન કહે છે, 'દુખાવાના કિસ્સામાં તમે દર 12 કલાકે પેઈન કિલર લઈ શકો છો. પરંતુ કોઈપણ દવા લેતા પહેલા એકવાર તમારા ડૉક્ટરની સલાહ લો. કોઈપણ પેઈન કિલર જાતે લેવાનું ટાળો.
6 / 7
ડૉ. સુમન સાથે સહમત થતાં, અન્ય ગાયનેકોલોજિસ્ટ ડૉ. તનાયા કહે છે, 'પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં પ્રોસ્ટાગ્લેન્ડિન નામનું કમ્પાઉન્ડ વધે છે, જેના કારણે ગર્ભાશયની લાઇનિંગ ઘટી જાય છે. તે જ સમયે, ગર્ભાશય આ સ્તર અને લોહીને બહાર કાઢવા માટે સંકોચન કરે છે અને તેના કારણે સ્ત્રીઓને તીવ્ર દુખાવો થાય છે.
7 / 7
ડૉ. તનાયા આગળ જણાવે છે કે, 'પેઇન કિલર ગર્ભાશયના સંકોચનને અમુક અંશે ઘટાડવામાં મદદ કરે છે, જેના કારણે પીડા પણ ઓછી થાય છે. આવી સ્થિતિમાં, પેઇન કિલર લેવાનું સલામત છે પરંતુ તેનું જરૂરી કરતાં વધુ સેવન કરવાનું ટાળો. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઇનના આધારે આપની માહિતી માટે છે. કોઈ પણ દવા લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.)
Published On - 9:36 pm, Sat, 22 June 24