Gujarati News » Photo gallery » One person in Vyara has more than 150 types of antique watches from 7 countries
Tapi: વ્યારામાં એક વ્યક્તિ પાસે છે 7 દેશની 150થી વધુ પ્રકારની એન્ટિક ઘડિયાળ, જાણો શું છે આ ઘડિયાળની ખાસિયતો
દરેક વ્યક્તિને પોતાના જીવનમાં અલગ અલગ શોખ હોય છે, જેમાં કેટલાકને યુનિક વસ્તુઓનો સંગ્રહ કરવાનો પણ શોખ હોય છે, તાપી જિલ્લાના વ્યારાના એક વ્યક્તિને જુદા જુદા દેશની ઘડિયાળનો સંગ્રહ કરવાનો શોખ છે.
તાપી જિલ્લાના વ્યારાના સીરાજ વોહરાએ 150 થી વધુ અલગ અલગ પ્રકારની જુદા જુદા દેશોની મૂલ્યવાન ઘડિયાળનો સંગ્રહ કર્યો છે, જેની ખાસ વિશેષતા એ છે કે આ ઘડિયાળ 6 ઇંચથી લઈને આઠ ફૂટ સુધીની ઉંચાઈ ધરાવે છે. આમાંની કેટલીક ઘડિયાળો વજનથી તો કેટલીક ઘડિયાળો વાતાવરણના દબાણ થી ચાલે છે..
1 / 7
સીરાજ વોહરા ઘડિયાળનો સંગ્રહ છેલ્લા 25 વર્ષથી કરે છે. આ ઘડિયાળોની ખાસ વિશેષતા એ છે કે દરેક ઘડિયાળ 2 કિલોથી લઈને 150 કિલોના વજન ધરાવે છે.
2 / 7
કેટલીક ઘડિયાળ ઇંચથી લઈને આઠ ફૂટ ઉંચાઈ ધરાવતી છે, સાથે આ તમામ ઘડિયાળો 50 વર્ષથી લઈને 150 વર્ષ જૂની છે.
3 / 7
આ તમામ એન્ટીક ઘડિયાળો લંડન, જર્મની,સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ,જાપાન સહિત સાત જેટલા દેશની છે અને એ તમામ ઘડિયાળો અલગ અલગ રીતે ચાલે છે.
4 / 7
સીરાજ વોહરા પાસે રહેલી ઘડિયાળોની વિશેષતાએ છે કે આ તમામ એન્ટીક ઘડિયાળો ચાલુ હાલતમાં છે.
5 / 7
આ જુદી જુદી ઘડિયાળની કિંમત બે હજારથી લઈને સાડાત્રણ લાખ રૂપિયા સુધીની છે.
6 / 7
આ તમામ ઘડિયાળોનું રીપેરીંગ કામ પણ આ શખ્સ જાતે જ કરે છે અને આવી એન્ટીક ઘડિયાળો સંગ્રહ જોવા માટે ઘડિયાળોના શોખીન પણ આવે છે.