નોર્મલ કે પાવર કયુ પેટ્રોલ તમારી ગાડી માટે છે બેસ્ટ? જેની શું પડે છે તમારા વાહન પર અસર, જાણો

પેટ્રોલ પંપ પર અનેક વાર ઈંધણ ભરાવતી વખતે ફીલર સવાલ કરતો સાંભળવા મળ્યો હશે કે, કયુ પેટ્રોલ ભરુ? સાદું કે હાઈ પાવર, પાવર, સ્પીડ કે એક્સ્ટ્રા માઈલ પેટ્રોલ. તમને આ સાંભળીને અનેક વિચાર આવતા હશે કે વળી પેટ્રોલમાં આ શુ ફરક છે અને કેમ આવો ફરક છે. શુ ખરેખર જ પેટ્રોલ તેના અલગ અલગ નામ પ્રમાણે ગુણ ધરાવતુ હશે? અહીં જાણો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2023 | 12:26 PM
અનેકવાર તમને પેટ્રોલ પર સવાલ સાંભળવા મળતો હશે કે, કયુ પેટ્રોલ ભરુ? સાદુ કે પછી પાવર, પ્રીમિયમ, પાવર, હાઈ પાવર, સ્પીડ કે એક્સ્ટ્રા માઈલ પેટ્રોલ. આ સવાલ સાંભળીને માથું પણ ખંજવાળ્યુ હશે કે આમાં ફરક શુ હશે? કારણ કે સામાન્ય પેટ્રોલના ભાવ કરતા પ્રતિ લિટરે ખાસ્સો એવો ભાવમાં ફરક જોવા મળતો હોય છે. આ મોંઘા પેટ્રોલથી ફરક પણ શુ પડતો હશે એ પણ સવાલ થતો હશે. આ એક પેટ્રોલમાં ઉપસ્થિત એક રસાયણ છે. જેનાથી પેટ્રોલની ગુણવત્તાને આંકવામાં આવે છે.

1 / 5
કેટલીક વાર તમે નોંધ્યુ છે કે, તમારી કાર કે બાઈક પર ઓક્ટેન નંબર લખેલો હોય છે. બસ આ જ ઓક્ટેનને કારણે પેટ્રોલમાં અને તેના ભાવમાં ફરક જોવા મળે છે. જેટલો વધારે ઓક્ટાઈન નંબર તમારી કાર અને બાઈક પર લખેલો હશે એટલુ જ સારુ પર્ફોમન્સ તમને તમારુ વાહન ઈંધણથી આપશે. હાઈ ઓક્ટેન પેટ્રોલથી એવરેજમાં પણ વધારો થતો હોય છે.

2 / 5
ખાસ કરીને સામાન્ય પેટ્રોલ ઉપરાંત પ્રીમિયમ અને હાઈ ઓક્ટેન પેટ્રોલ બજારમાં મળતુ હોય છે. અલગ અલગ પ્રકારના આ પેટ્રોલથી તમારા વાહન પર જરુરથી અસર પડતી હોય છે. તેનુ પરફોમન્સ પણ અલગ જ અહેસાસ કરાવતુ હોય છે. ટર્બો અને હાઈ કોમ્પ્રેસન વાહનમાં હાઈ ઓક્ટેન પેટ્રોલનો ઉપયોગ કરવુ વધારે સારુ માનવામાં આવે છે. જે તમને સર્વિસ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે.

3 / 5
હાઈ ઓક્ટેન નુ પ્રમાણ પેટ્રોલમાં 90 થી વધારે હોય છે. જે 94 સુધી હોય છે. ઉંચા ઓક્ટેન પ્રમાણ ધરાવતુ આ પેટ્રોલને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રકારના પેટ્રોલનો ઉપયોગ કારના એન્જીનને લાંબો સમય ચલાવવામાં મદદરુપ છે. વધુ શુદ્ધ પેટ્રોલની સાથે તે એન્જિનની ડ્યુરેબિલિટી વધારે છે. ઉચ્ચ ગુણવત્તાના પેટ્રોલનો ઉપયોગ કરીને વાહન હંકારવાથી ખૂબજ ફાયદા જોવા મળે છે. જેમકે એન્જિનનો અવાજ ઓછો આવશે, દબાણ ઘટે છે અને જેથી પાર્ટસમાં ઘસારો ઓછો થાય છે.

4 / 5
હવે તમે એ પણ જાણી લો કે અલગ અલગ પ્રકારના આ પેટ્રોલમાં ફરક શુ હોય છે? સામાન્ય રીતેજે પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં ઓક્ટેન લેવલ 85 અને તેનાથી વધારે હોય છે. જ્યારે પ્રીમિયમ પેટ્રોલમાં ઓક્ટેન લેવલ 88 થી 90 વચ્ચે હોય છે. હવે આ જે પ્રીમિયમ પેટ્રોલ છે એ જ અલગ અલગ પેટ્રોલિયમ કંપનીઓ જુદા જુદા આકર્ષક નામ રાખીને વેચાણ કરે છે. જેના માટે પંપમાં અલગ અલગ નોઝલ લગાવેલી પંપ પર જોવા મળતી હોય છે. જોકે તેનો ઉપયોગ ક્યારેક કરવાને બદલે લાંબો સમય કરવાથી ફાયદો જરુર મળે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">