Gujarati News » Photo gallery » Mukesh Ambani drops out of Top 10 list of world's richest men, Adani also slips down
Bloomberg Billionaires Index : વિશ્વના અમીરોની યાદીમાં મુકેશ અંબાણી Top -10 માંથી બહાર ફેંકાયા, અદાણી પણ નીચે સરક્યા
TV9 GUJARATI | Edited By: Ankit Modi
Updated on: Jan 25, 2023 | 6:42 AM
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વિશ્વના ટોપ-15 અમીરોમાં એકમાત્ર એવા છે જેમની સંપત્તિમાં આ વર્ષે ઘટાડો થયો છે. યાદીમાં ચોથા સ્થાને રહેલા ગૌતમ અદાણીની સંપત્તિમાં $683 મિલિયનનો ઘટાડો થયો છે.
અબજોપતિ ગૌતમ અદાણીને મોટો ઝટકો લાગ્યો છે. ગૌતમ અદાણી હવે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ નથી. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે તેમને રિપ્લેસ કર્યા છે.
1 / 7
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે તેમને રિપ્લેસ કર્યા છે. જેફ બેઝોસ હવે વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ત્રીજા નંબરે આવી ગયા છે. તે જ સમયે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ચોથા સ્થાને સરકી ગયા છે.
2 / 7
આ વર્ષે અત્યાર સુધીમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 683 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. જોકે, અદાણી અને બેઝોસની સંપત્તિમાં કોઈ મોટો તફાવત નથી. બેઝોસની સંપત્તિ 121 અબજ ડોલર છે.
3 / 7
મુકેશ અંબાણી પણ ટોચના 15 અમીર લોકોની યાદીમાં Top10 માંથી bhaar ફેંકાઈ 12માં નંબર પર આવી ગયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની સંપત્તિ કેટલી ઘટી છે. આ સાથે તેમની સંપત્તિ ઘટીને 120 અબજ ડોલર થઈ ગઈ છે.
4 / 7
એલોન મસ્ક 145 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા સ્થાને છે..વિશ્વના સૌથી અમીર લોકોની આ યાદીમાં બર્નાર્ડ આર્નોલ્ટ પ્રથમ સ્થાને છે. તેમની સંપત્તિ 188 અબજ ડોલર છે.
5 / 7
અદાણી માટે 2023 અત્યાર સુધી સારું રહ્યું નથી . ગૌતમ અદાણીની સંપત્તિ માટે અત્યાર સુધીનું વર્ષ 2023 સારું રહ્યું નથી. વિશ્વના ટોચના 10 સૌથી અમીર લોકોની યાદીમાં તેઓ એકમાત્ર એવા છે જેમની સંપત્તિમાં ઘટાડો થયો છે. વર્ષ 2023માં અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિમાં $683 મિલિયનનો ઘટાડો થયો છે. ટોપ-10માં અમીરોની વાત કરીએ તો બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં 26 અબજ ડોલર, મસ્કની સંપત્તિમાં 8.21 અબજ ડોલર અને બેઝોસની સંપત્તિમાં 13.8 અબજ ડોલરનો વધારો થયો છે.
6 / 7
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વિશ્વના ટોપ-15 અમીરોમાં એકમાત્ર એવા છે જેમની સંપત્તિમાં આ વર્ષે ઘટાડો થયો છે. યાદીમાં ચોથા સ્થાને રહેલા ગૌતમ અદાણીની સંપત્તિમાં $683 મિલિયનનો ઘટાડો થયો છે. તે જ સમયે મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં $ 2.38 બિલિયનનો ઘટાડો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અંબાણી આ યાદીમાં ટોપ-10માંથી બહાર થઈ ગયા છે અને તે હાલમાં 12મા સ્થાને છે.