
કંપનીએ જણાવ્યું છે કે, ડિવિડન્ડ મેળવવા માટેની રેકોર્ડ તારીખ 14 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. 14 ઓગસ્ટ સુધીમાં કંપનીના શેર રાખનારા રોકાણકારોને ડિવિડન્ડનો લાભ મળશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરના પરિણામો સાથે પ્રતિ શેર રૂ. 5.50 ના ડિવિડન્ડની જાહેરાત કરી. આ ડિવિડન્ડ રૂ. 10 ની ફેસ વેલ્યુવાળા દરેક ઇક્વિટી શેર પર ઉપલબ્ધ થશે.

નોંધનીય છે કે, ઓક્ટોબર 2024 માં કંપનીએ 1:1 બોનસ શેર જારી કર્યા હતા અને તે પછી આ ડિવિડન્ડ પહેલીવાર આપવામાં આવી રહ્યું છે. જો આ ડિવિડન્ડ રિલાયન્સની એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) માં પસાર થાય છે, તો તે AGM ના એક અઠવાડિયામાં ચૂકવવામાં આવશે.

BSE ના ડેટા અનુસાર, 2024 માં કંપનીએ રૂ. 10 નું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું હતું. વર્ષ 2023 માં Jio Financial Services ના ડિમર્જર પછી ઓગસ્ટમાં રૂ. 9 નું ડિવિડન્ડ મળ્યું હતું. વર્ષ 2022 અને 2021 માં રોકાણકારોને પ્રતિ શેર અનુક્રમે રૂ. 8 અને રૂ. 7 ડિવિડન્ડ મળ્યું.