ઈંગ્લેન્ડમાં દરેક ઈનીંગમાં આવી ખાસ બેટીંગ કરવાનો MS Dhoniના નામનો રેકોર્ડ છે અતૂટ, જાણો

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેંડમાં છે અને જ્યાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) રમશે. ત્યાર બાદ ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. ધોની (MS Dhoni) ના ટેસ્ટ સંન્યાસ ના 6 વર્ષ બાદ પણ એ રેકોર્ડ અતૂટ છે. જે નજીકના ભવિષ્યમાં તૂટે એમ લાગતુ નથી.

1/6
ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડમાં છે અને જ્યાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) રમશે. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. ઈંગ્લેન્ડ પ્રવાસને લઈને ભારતીય ટીમની ચર્ચાઓ દુનિયાભરમાં થવા લાગી છે. પૂર્વ ભારતીય ટીમના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)ના એક એવા રેકોર્ડ અંગે બતાવીશુ. જે કદાચ જ આપને ખ્યાલ હશે. ખાસ વાત એ છે કે ધોનીના ટેસ્ટ સંન્યાસના 6 વર્ષ બાદ પણ એ રેકોર્ડ અતૂટ છે. જે નજીકના ભવિષ્યમાં તૂટે એમ લાગતુ નથી.

2/6
દિગ્ગજ ભારતીય કેપ્ટન અને વિકેટકીપર ધોનીના નામે ઈંગ્લેંડ સામે ઈંગ્લેંડમાં ફટકારેલ અર્ધશતકનો રેકોર્ડ છે. ધોનીએ ઈંગ્લેંડમાં રમેલી 7 ટેસ્ટ મેચની 8 ઈનીંગ રમી છે. જેમાં તેણે દરેક વખતે 50 કે તેથી વધારે રન બનાવ્યા છે. જોકે ધોનીએ ક્યારેય શતક નથી લગાવ્યુ. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 92 રનનો રહ્યો છે. તેણે રમેલ 8 ઈનીંગ દ્વારા તેણે 604 રન બનાવ્યા હતા. તેની સરેરાશ 100.66 રહી હતી. 2014માં ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા બાદ તે રેકોર્ડ અતૂટ છે.

3/6
આ યાદીમાં દક્ષિણ આફ્રિકાનો પૂર્વ વિકેટકીપર જ્હોન વેટ (John Waite) બીજા સ્થાને છે. 1950ના દાયકામાં તેણે 7 ઈનીંગ રમી હતી, જે તમામ ઈનીંગમાં તેમણે 50 કે તેથી વધુ રન કર્યા હતા. જોકે ધોનીથી એલગ તેમણે એક વાર શતક લગાવ્યુ હતુ. તેઓનો સર્વશ્રેષ્ઠ સ્કોર 113 રન રહ્યો છે.

4/6
ત્રીજા ક્રમે ઓસ્ટ્ર્લીયાના દિગ્ગજ વિકેટકીપર રોડ માર્શ (Rod Marsh) છે. તેઓએ 6 મેચમાં 6 ઈનીંગ રમીને દરેક વખતે ફીફટી કરી છે. તેઓએ સર્વશ્રેષ્ઠ સ્કોર 91 રન નોંધાવ્યો હતો.

5/6
દક્ષિણ આફ્રિકાના જોક કેમરન (Jock Cameron)  ચોથા સ્થાન પર છે. તેમણે 1929થી 1935 દરમ્યાન ઈંગ્લેન્ડમાં રમેલી તેમની 5 ઈનીંગમાં પાંચેય વખત અર્ધશતકીય ઈનીંગ રમી હતી. તેમની સૌથી મોટી ઈનીંગ 90 રનની રહી હતી.

6/6
યાદીમાં પાંચમાં ક્રમે વેસ્ટ ઈન્ડીઝના મહાન વિકેટકીપર જેફ ડુજોન (Jeff Dujon) આવે છે. તેઓએ પણ 5 ઈનીંગ રમીને 5 વખત પચાસ કે તેથી વધુ રન કર્યા હતા. તેઓએ એકવાર 101 રનની ઈનીંગ રમી હતી.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati