
રાજ્યમાં 7 અલગ અલગ શહેરોમાં અશ્વ ખરીદી પ્રક્રિયા કરવામાં આવશે. જેની શરુઆત સુરેન્દ્રનગર પોલીસ હેડક્વાર્ટરથી થશે. ત્યારબાદ બોટાદના સાળંગપુર, ભાવનગારના માઉન્ટેડ પોલીસ યુનિટ ખાતે, અમેરેલી પોલીસ હેડક્વાર્ટર, ગોંડલ એસઆરપી જૂથ, પાલનપુર પોલીસ હેડક્વાર્ટર અને અંતિમ કેમ્પ મેઘાણીનગર ખાતે થશે.

આમ સાત સ્થળો પર ખરીદી કેમ્પ યોજાશે. જેમાં અશ્વપાલકો પોતાના ઘોડા લઈને સ્વખર્ચે પહોંચીને તેને પોલીસ દળને વેચી શકે છે.

આ ખરીદી માટે અશ્વ ખરીદ સમિતિ આઈપીએસ અધિકારી ખુરશીદ અહેમદના અધ્યક્ષ સ્થાને નિમવામાં આવી છે. જે સમિતિ અશ્વ પસંદગી કેમ્પમાં કરીને તેના બ્લડ સેમ્પલ પાસ થયેલ ઘોડાને તેના માલિકને ઓનલાઈન નાણાં ચૂકવવામાં આવશે.

ગુજરાત પોલીસ દ્વારા થોરો, અરબી, કાઠીયાવાડી, મારવાડી બ્રીડના ઘોડાની ખરીદી કરવામાં આવશે. જેમાં 56 થી 63 ઈંચના ઘોડા પસંદ કરવામાં આવશે.

જ્યારે ઘોડાની લંબાઈ 7.6 થી 8 ફૂટ હોવાનું માપદંડ રાખવામાં આવેલ છે. તેમજ 4 થી 7 વર્ષની વયના જ ઘોડાની ખરીદી કરવામાં આવનાર છે.

માઉન્ટેડ વિભાગ દ્વારા અશ્વની ખૂબ જ ચીવટતા પૂર્વક દેખભાળ રાખવામાં આવતી હોય છે. પ્રજાસત્તાક દીવસ સહિત કેટલાક વિશેષ પ્રસંગે અશ્વદળ કૌશલ્ય રજૂ કરતા હોય છે.

અશ્વદળના પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ઘોડાઓને વિશેષ તાલીમ આપતા હોય છે. પોલીસના અશ્વના કૌશલ્યને નિહાળવું એક આકર્ષક પળ સમાન હોય છે.
Published On - 4:27 pm, Fri, 19 January 24