
2023માં ઓપનએઆઈના બોર્ડરૂમ કટોકટી દરમિયાન, તેણીએ થોડા સમય માટે કંપનીના વચગાળાના સીઈઓ તરીકે પણ સેવા આપી. મીરાએ ફેબ્રુઆરી 2025માં થિંકિંગ મશીન લેબની સ્થાપના કરી. તેનું લક્ષ્ય પારદર્શક, નૈતિક અને માનવ-કેન્દ્રિત AI સિસ્ટમ્સ વિકસાવવાનું છે. અહેવાલો અનુસાર, મેટાએ તેની ટીમના 50 કર્મચારીઓને $200 મિલિયનથી $1 બિલિયનની ઓફર કરી. પરંતુ કોઈએ પણ આ ઓફર સ્વીકારી નહીં.

મીરાના નેતૃત્વમાં, તેની ટીમ માને છે કે તેમની કંપનીનું મિશન મેટાની આકર્ષક ઓફર કરતાં વધુ મહત્વપૂર્ણ છે. મીરાના આ વલણથી ટેક જગતમાં એક નવો સંદેશ મળ્યો છે: પૈસા જ બધું નથી. તેમની કંપનીમાં ઓપનએઆઈ, મેટા અને મિસ્ટ્રલ જેવા સંગઠનોના ટોચના સંશોધકોનો સમાવેશ થાય છે. જે ક્લાયમેટ ચેન્જ, આરોગ્ય જેવા વૈશ્વિક મુદ્દાઓને ઉકેલવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.

મીરાના નેતૃત્વએ તેમને 2024 માં ટાઇમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાંના એક બનાવ્યા. 2023 માં, તેઓ ફોર્ચ્યુનની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ હતા.