કેવી રીતે વિકાસ થયો આ અનોખા જીવનો, જે અડધો નર છે અને અડધો માદા ! એક્સપર્ટ પાસેથી જાણો આવું કેમ થયું ?

નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના નિષ્ણાતોનું કહેવું છે કે, આ એક જિનાન્ડ્રોમોર્ફનું ઉદાહરણ છે. જેમાં જીવ અડધો પુરુષ અને અડધો સ્ત્રી છે. પણ આવું કેમ થાય છે, જાણો તેનું કારણ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 5:33 PM
બ્રિટનમાં એક જંતુ જે અડધા નર અને અડધી માદા (dual gender stick insect) છે. વિશ્વમાં આ પ્રકારનો આ પ્રથમ જંતુ છે. તેને સૌપ્રથમ લોરેન ગારફિલ્ડ નામની મહિલાએ તેના ઘરમાં જોઈ હતી. તે એક અલગ રંગનો હતો. આ જંતુ પર સંશોધન થઈ શકે, જેથી લોરેને તેને બ્રિટનના નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમને સોંપી દીધું. તપાસમાં જાણવા મળ્યું કે આ જંતુ અડધો નર અને અડધો માદા છે. નિષ્ણાંતોએ તેનું નામ ચાર્લી (Charlie) રાખ્યું છે.

1 / 5
નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના નિષ્ણાંતોના મતે, આ ગાયનડ્રોમોર્ફનું (Gynandromorph) ઉદાહરણ છે. જેમાં જીવ અડધો પુરુષ અને અડધો સ્ત્રી છે. આ જંતુના શરીરનો રંગ ચળકતો લીલો છે જે તેની માદાની નિશાની છે અને તેની પાંખો ભૂરા છે જે સૂચવે છે કે તે નર છે. મ્યુઝિયમમાં રાખવા માટે આ એક ખૂબ જ ખાસ પ્રકારનું ઉદાહરણ છે.

2 / 5
ડેઈલીમેલના અહેવાલ મુજબ નિષ્ણાંતોનું કહેવું છે કે શા માટે આ પ્રાણી અડધુ નર અને અડધુ માદા છે તે સમજવા માટે તેનું મૃત્યુ કરવું પડશે. આ એટલા માટે પણ છે કારણ કે જો તે જાતે જ મૃત્યુ પામે છે, તો તેનો રંગ ઉડી જશે અને તેનું ચોક્કસ કારણ બહાર આવશે નહીં. તેથી આ અંગે સંશોધન કરવામાં આવશે. જેથી યોગ્ય કારણ બહાર આવી શકે.

3 / 5
જંતુ નિષ્ણાંત બ્રોકના મતે નર જંતુના ગુપ્તાંગનો સંપૂર્ણ વિકાસ ન થાય ત્યારે આવી સ્થિતિ સર્જાય છે. નહિંતર, જંતુઓ માદા સાથે સંવનન કરવામાં સક્ષમ નથી. આ જંતુ ખૂબ જ ખાસ છે, તેથી તેને મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે. આ જંતુની પ્રજાતિનું નામ ડાયફેરોડ્સ ગીગાંટિયા (Diapherodes gigantea) છે, જે તેના આછા અને તેજસ્વી લીલા રંગ માટે જાણીતું છે.

4 / 5
લોરેન કહે છે, હું આ શોધથી ખૂબ જ ખુશ છું કે હવે તેને મ્યુઝિયમમાં રાખવામાં આવશે અને તેના વિશે ઘણી નવી માહિતી બહાર આવશે. જંતુની આ પ્રજાતિ ખાસ કરીને કેરેબિયન ટાપુઓ પર જોવા મળે છે. તેઓ છોડના પાન ખાઈને પેટ ભરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">