
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, બુધવારે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 99,020 રૂપિયા હતો. ગુરુવારે દિલ્હીમાં સોનાની કિંમત 3,600 રૂપિયા વધીને 1,02,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ.

આ સાથે એવું કહેવામાં આવ્યું કે, ગુરુવારે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ 3,600 રૂપિયા વધીને 1,02,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં 1,500 રૂપિયાનો વધારો થયો છે, જેના કારણે કિંમત 1,14,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "ગુરુવારે સોનાના ભાવ સાપ્તાહિક સીમાના ઉપલા સ્તર પર પહોંચી ગયા. નવી વેપાર ચિંતાઓને કારણે આવું થયું છે, જેના કારણે સુરક્ષિત રોકાણની માંગમાં વધારો થયો છે." આ સાથે તેમણે કહ્યું, "યુએસ વહીવટીતંત્રે ભારતીય આયાત પર 25 ટકાનો વધારાનો ટેરિફ લાદ્યો છે, જેનાથી બંને અર્થતંત્ર વચ્ચે વેપાર તણાવ વધી ગયો છે."

MCX પર સોનાના ફ્યુચર કોન્ટ્રેક્ટમાં 893 રૂપિયા અથવા લગભગ 0.88 ટકાનો વધારો થયો અને ભાવ 10 ગ્રામ દીઠ 1,02,155 રૂપિયા થયો. બીજીબાજુ ચાંદીના કોન્ટ્રેક્ટમાં 1,503 રૂપિયાનો વધારો થયો અને ભાવ 1,15,158 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો.