Delhi : મમતા બેનર્જીનો દિલ્હી પ્રવાસ પૂર્ણ, જાણો મમતાએ ક્યા નેતાઓ સાથે કરી મુલાકાત

પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી છેલ્લા એક એઠવાદિયાથી દિલ્હીના પ્રવાસે છે. તેમણે દિલ્હી મુલાકાત દરમિયાન સોનિયા ગાંધી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઘણા વિપક્ષ નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

1/8
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક અઠવાડિયા સુધી દિલ્હી પ્રવાસે હતા. તેમની દિલ્હી મુલાકાતમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.ઉપરાંત વિપક્ષી પાર્ટીના કેટલાક નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી.  "હવે આખા દેશમાં રમત ચાલશે" દિલ્હીમાં આ ટિપ્પણી સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 2024 ની લોકસભા ચૂંટણી માટે બ્યુગલ ફૂંક્યું છે.

2/8
દિલ્હી પ્રવાસ દરમિયાન મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ, કોંગ્રેસના નેતાઓ આનંદ શર્મા અને અભિષેક મનુ સિંઘવી, ડીએમકે નેતા કનિમોઝી અને ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ જાવેદ અખ્તર અને શબાના આઝમ સાથે મુલાકાત કરી હતી.

3/8
દિલ્હીમાં મમતા બેનર્જીની રાજકીય વાટાઘાટોએ 2024 ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીઓ દ્વારા સંભવિત સંયુક્ત મોરચાની રચના કરવા અંગે ચર્ચા કરી હતી.

4/8
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સામે ઐતિહાસિક જીત પછી, અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પ્રતિષ્ઠિત નેતાઓ હવે દિલ્હી પર નજર નાખી રહ્યા છે.આપને જણાવવું રહ્યું કે,પશ્ચિમ બંગાળમાં TMCની જીત બાદ લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ સર્વસંમતિથી  મમતા બેનર્જીને સંસદીય પક્ષના નેતા તરીકે પસંદ કર્યા હતા.

5/8
બુધવારે સાંજે મમતા બેનર્જીએ જનપથમાં વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.રાહુલ ગાંધી સંસદમાં સરકારને ઘેરવા માટે વિપક્ષને ભેગા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.જ્યારે બીજી તરફ TMC પણ વિપક્ષી દળોના સમર્થન માટેના શક્ય પ્રયત્નો કરી રહી છે

6/8
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે TMCને મળેલી જીત બાદ રાષ્ટ્રીય ક્ષેત્રે પણ ભાજપને પરાસ્ત કરવાની તૈયારીમાં છે.આથી ,દિલ્હી પ્રવાસ દરમિયાન તેમણે કહ્યું હતું કે,  "હવે આખા દેશમાં રમત ચાલશે"અને આ નિવેદન બાદ તેમણે 2024 ની લોકસભા ચૂંટણી માટે બ્યુગલ ફૂંક્યું છે.

7/8
કોંગ્રેસ અને ટીએમસીની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓને જોતા લાગી રહ્યું છે કે,વિપક્ષ  2024 પહેલા વૈકલ્પિક મોરચો રચવા માટે પ્રયાસ કરી રહી છે.

8/8
મિડીયા સાથેની વાતચીત દરમિયાન મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, સંસદ સત્ર પૂર્ણ થયા બાદ 2024ની લોકસભાની ચૂંટણી માટે આયોજન કરવામાં આવશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati