Winter Special Recipe : શિયાળાની સ્પેશિયલ વાનગી રીંગણનો ઓળો ઢાબા સ્ટાઈલથી ઘરે જ બનાવો, જુઓ તસવીરો
શિયાળો આવતાની સાથે દરેક ગુજરાતીઓને રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો ખાવાનું પસંદ કરતા હોય છે. શિયાળામાં રીંગણનું ભરતું ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.પરંતુ મોટાભાગના લોકોને ઢાબા સ્ટાઈલમાં રીંગણનો ઓળો બનાવવામાં મુશ્કેલી આવતી હોય છે. તો આજે આપણે કેટલીક ટીપ્સ અને ટ્રીક જોઈશું જેનાથી ઢાબા જેવો જ રીંગણનો ઓળો બનશે.

રીંગણનો ઓળો બનાવવા માટે ઓળાના રીંગણ, તેલ, લસણ, ઘી, જીરું, આદુ, લીલાં મરચા, ડુંગળી, હળદર, લાલ મરચું, મીંઠુ સહિતની સામગ્રીની જરુરત પડશે. રીંગણનો ઓળો બનાવવા માટે સૌથી પહેલા રીંગણમાં કાપા કરી તેમાં લસણ અને લીલા મરચા મુકી તેના પર તેલ લગાવી દો.

ડુંગળી અને ટામેટા સંતળાઈ જાય ત્યારે તેમાં મીઠું અને મરચુ નાખો ત્યારબાદ રીંગણના પ્લપને ઉમેરી બરાબર મિક્સ કરો. આ ઉપરાંત કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી દો.

તમે રીંગણના ઓળાને બાજરીના રોટલા, ઘઉંની રોટલી, લીલી ચટણી, છાશ, મસાલા ડુંગળી સહિતની વસ્તુઓ સાથે પીરસી શકો છો. તમે રીંગણના ઓળાને 1 થી 2 દિવસ સ્ટોર પણ કરી શકો છો.

રીંગણનો ઓળો બનાવવા માટે કાંણુના હોય તેવા રીંગણની પસંદગી કરવી જોઈએ. તમે ઓળામાં લીલુ લસણ અને લીલી ડુંગળીનો ઉપયોગ કરશો તો વધારે સ્વાદિષ્ટ લાગશે.