
સૌથી વધુ ડિસ્કાઉન્ટ મહિન્દ્રા થારના અર્થ એડિશન પર છે. તેના LX ટ્રિપ વેરિઅન્ટ્સ પર 3 લાખ રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મહિન્દ્રા થારની પાવરટ્રેનની વાત કરીએ તો તેનું ડીઝલ એન્જિન 2184 cc અને 1497 cc છે, જ્યારે પેટ્રોલ એન્જિન 1997 cc છે. તે ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે.

વેરિઅન્ટ અને ફ્યુઅલના ટાઈપના આધારે થારનું માઇલેજ 15.2 કિમી/લિટર છે. થાર 4 સીટર છે અને તેની લંબાઈ 3985 mm, પહોળાઈ 1820 mm અને વ્હીલબેઝ 2450 mm છે.

મહિન્દ્રા થાર 3-ડોર વેરિઅન્ટ 3 એન્જિન વિકલ્પોમાં ઓફર કરવામાં આવે છે, જેમાં 1.5 લિટર CRDe ડીઝલ, 2.2 લિટર mHawk ડીઝલ અને 2.0 લિટર mStallion પેટ્રોલનો સમાવેશ થાય છે.