Mahindra Thar પર 3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, આ તારીખ પછી વધી જશે ભાવ
જો તમે મહિન્દ્રા થાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કંપનીએ ઓગસ્ટ મહિનામાં થાર રોક્સ લોન્ચ કરી હતી. જેણે માર્કેટમાં ધમાલ મચાવી હતી. હવે મોટા સમાચાર એ છે કે કંપની તેના કેટલાક મોડલ પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેના વિશે આ લેખમાં જાણીશું.

જો તમે મહિન્દ્રા થાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કંપનીએ ઓગસ્ટ મહિનામાં થાર રોક્સ લોન્ચ કરી હતી. જેણે માર્કેટમાં ધમાલ મચાવી હતી.

હવે મોટા સમાચાર એ છે કે કંપની તેના 3-ડોર મોડલ થારના અલગ-અલગ વેરિએન્ટ્સ પર મોટી છૂટ આપી રહી છે. મહિન્દ્રા થારના 3 ડોર મોડલના અલગ-અલગ વેરિઅન્ટ પર 56 હજારથી 3 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મહિન્દ્રા થારના 3-ડોર મોડલના 2WD વેરિઅન્ટ પર ગ્રાહકોને અલગ-અલગ ડિસ્કાઉન્ટ મળી રહ્યાં છે. સૌથી ઓછું ડિસ્કાઉન્ટ Thar RWD 1.5 લિટર ડીઝલ વેરિઅન્ટ પર છે. જે રૂ. 56 હજાર છે. પેટ્રોલ એન્જિન વિકલ્પમાં તમે રિયર વ્હીલ ડ્રાઇવ વેરિઅન્ટ પર 1.31 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.

સૌથી વધુ ડિસ્કાઉન્ટ મહિન્દ્રા થારના અર્થ એડિશન પર છે. તેના LX ટ્રિપ વેરિઅન્ટ્સ પર 3 લાખ રૂપિયાથી વધુનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મહિન્દ્રા થારની પાવરટ્રેનની વાત કરીએ તો તેનું ડીઝલ એન્જિન 2184 cc અને 1497 cc છે, જ્યારે પેટ્રોલ એન્જિન 1997 cc છે. તે ઓટોમેટિક અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે.

વેરિઅન્ટ અને ફ્યુઅલના ટાઈપના આધારે થારનું માઇલેજ 15.2 કિમી/લિટર છે. થાર 4 સીટર છે અને તેની લંબાઈ 3985 mm, પહોળાઈ 1820 mm અને વ્હીલબેઝ 2450 mm છે.

મહિન્દ્રા થાર 3-ડોર વેરિઅન્ટ 3 એન્જિન વિકલ્પોમાં ઓફર કરવામાં આવે છે, જેમાં 1.5 લિટર CRDe ડીઝલ, 2.2 લિટર mHawk ડીઝલ અને 2.0 લિટર mStallion પેટ્રોલનો સમાવેશ થાય છે.
