Maharashtra Election 2024: એકનાથ શિંદેનો કોપરી-પચપાખડીમાં ભવ્ય વિજય, મોટી લીડથી મેળવી જીત

|

Nov 23, 2024 | 4:00 PM

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોપરી-પચપાખડી બેઠક પરથી એકનાથ શિંદેનો ફરી વિજય થયો છે. તેમણે શિવસેના (UBT) ના ઉમેદવારને મોટા માર્જિનથી હરાવ્યા છે. શિંદે આ બેઠક પરથી ચોથી વખત ચૂંટાયા છે, જે તેમના વર્ચસ્વનું પ્રતિક છે. ચૂંટણી ઇતિહાસ પર એક નજર નાખતા, આ બેઠક કોંગ્રેસ અને ભાજપના શાસન પછી 2009 થી શિવસેનાના વર્ચસ્વમાં છે.

1 / 5
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થયું હતું. કોપરી પચપાખાડી બેઠક  2024ની ચૂંટણીમાં હેડલાઇન્સમાં રહી હતી. આ સીટ પર શિવસેના અને શિવસેના યુબીટીમાં સ્પર્ધા હતી. શિવસેનાએ આ સીટ પર સીએમ એકનાથ શિંદેને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે શિવસેના યુબીટીએ કેદાર પ્રકાશ દિઘેને મેદાનમાં ઉતાર્યા હતા.

2 / 5
આ સીટ પર એકનાથ શિંદે પહેલા જ હેટ્રિક જીતી ચૂક્યા છે. આ વખતે તે ચોથી વખત જીતવા મેળવવા જઈ રહ્યા છે. એકનાથ શિંદે મોટી લીડ મેળવી લીધી છે.

3 / 5
ઈકેલ્શન કમિશનના જાહેર કરેલા આકડા મુજબ 3.30 વાગ્યા સુધી કોપરી પચપાખાડીના શિવશેના મહાયુતીના ઉમેદવાર એકનાથ શિંદેને 1,58,565 વોટ મળ્યા છે જ્યારે તેમના વિરોધી શિવસેના યુદ્ધવ ગ્રુપના ઉમેદવાર કેદાર પ્રકાશ દિઘેને 38,230 વોટ મળ્યા છે આમ શિંદે 1,20,335 મતોથી લીડ મેળવી જીત તરફ આગળ વધી રહ્યા છે.

4 / 5
કોપરી પચપાખાડી બેઠકનો ઈતિહાસ : કોપરી પચપાખાડીના ચૂંટણી ઈતિહાસની વાત કરીએ તો તે 1978 થી 1980 સુધી કોંગ્રેસના હાથમાં હતું. આ પછી 1985 થી 1999 સુધી આ સીટ પર બીજેપીનું શાસન હતું, આ સમયગાળા દરમિયાન 1995માં માત્ર એક જ વાર કોંગ્રેસ અહીંથી જીતી હતી. આ પછી 2009 થી 2019 સુધી શિવસેનાએ આ સીટ પર વર્ચસ્વ જાળવી રાખ્યું. 2004 માં, એકનાથ શિંદે થાણા સીટ પરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી 2009માં કોપરી પચપાખાડી સીટ બનાવવામાં આવી હતી. ત્યારથી એકનાથ શિંદે આ સીટ પર પોતાનું વર્ચસ્વ જાળવી રહ્યા છે.

5 / 5
કોપરી પચપાખાડીમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ ચૂંટણીઓ થઈ છે અને રાજ્યના વર્તમાન પ્રમુખ એકનાથ શિંદે ત્રણેય વખત જીત્યા છે. 2009માં તેમણે કોંગ્રેસના ઉમેદવાર મનોજ તુકારામને 32 હજાર 776 મતોથી હરાવ્યા હતા અને બીજી વખત 2014માં તેમણે ભાજપના ઉમેદવાર સંદીપ લેલેને 51 હજાર 861 મતોથી હરાવ્યા હતા. છેલ્લી એટલે કે 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ફરી એકવાર કોંગ્રેસના ઉમેદવાર સંજય પાંડુરંગને 89 હજાર 300 મતોથી હરાવ્યા હતા.

Next Photo Gallery