Maha Kumbh 2025 : જો તમે મહાકુંભમાં જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો મુશ્કેલી થશે
મહાકુંભ જેવા મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જવું એક અનોખો અનુભવ હોઈ શકે છે, પરંતુ ભીડને કારણે સાવચેતી રાખવી જરૂરી છે, જો તમે પરિવાર સાથે મહાકુંભમાં જવાનો પ્લાન કરી રહ્યા છો. તો આ વાતોનું જરુર ધ્યાન રાખજો.

મહાકુંભનું આયોજન ભારતમાં દર 12 વર્ષે કરવામાં આવે છે. વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો માનવામાં આવે છે. જેમાં લાખો શ્રદ્ધાળુઓ, સાધુ -સંતો અને પ્રવાસીઓ મેળાની મુલાકાત માટે આવતા હોય છે.

મહાકુંભ મેળાનું આયોજન મુખ્ય 4 સ્થળે કરવામાં આવે છે. જેમાં હરિદ્વાર (ગંગા નંદી), પ્રયાગરાજ ( ગંગા , યમુના અને સરસ્વતીનો સંગમ ), ઉજ્જૈન,(ક્ષિપ્રા નદી ) અને નાસિક ( ગોદાવરી નદી ) સામેલ છે.

જો આપણે આ વર્ષે મહાકુંભની વાત કરીએ તો આ વખતે મહાકુંભનું આયોજન પ્રયાગરાજમાં કરવામાં આવી રહ્યું છે. અહિ માત્ર ભારતીય જ નહિ પરંતુ વિદેશી લોકો પણ મહાકુંભમાં ભારત આવતા હોય છે. જો તમે પણ પરિવાર સાથે મહાકુંભમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો.તો કેટલીક વાતનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. આ વાતનું ધ્યાન રાખવાથી તમે પરિવાર સાથે મેળાનો આનંદ ઉઠાવી શકશો.

જો તમે પરિવાર સાથે મહાકુંભમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો સૌથી પહેલા જવાની તારીખ, સમય તેમજ બસ, કે ટ્રેન શેમાં જઈ રહ્યા છે. કુંભ મેળાના સ્નાનની તિથીઓને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવજો. જેનાથી તમારે ભીડનો સામનો કરવો પડે નહિ.

મહાકુંભમાં હોટલ મળવી ખુબ મુશ્કિલ હોય છે. જો તમે પહેલાથી હોટલ, ધર્મશાળા કે પછી ટેન્ટ સિટીમાં રહેવાની વ્યવસ્થા કરી લો છો. તો તમને કોઈ મુશ્કેલી નહિ થાય. જો તમે એન્ડ સમયે આ બધું પ્લાન કરી રહ્યા છો. તો તમારે વધારે પૈસા ખર્ચવા પડશે.

જો તમે વડીલો કે પછી બાળકો સાથે મહાકુંભમાં જઈ રહ્યા છો. તો સૌથી પહેલા ધ્યાન બાળકો અને વડીલોનું રાખવું. આ દરમિયાન તમે સાથે ફસર્ટ એડ કિટ રાખવાનું ભૂલતા નહિ. તમારા બેગમાં જરુરી સામાનની સાથે પીવાના પાણીની બોટલ, સુકો નાસ્તો પેક કરી લેજો. સાતે જરુરી ડોક્યુમેન્ટ લેવાનો ભૂલતા નહિ.

જો તમે મહાકુંભમાં બાળકોને લઈ જવાનો પ્લાન કરી રહ્યા છો. બાળકોનો મહાકુંભમાં ખોવાય જવાનો ડર વધારે હોય છે. એટલા માટે તમે તેના ગળામાં એક આઈકાર્ડ બનાવી પહેરાવી દો. જેમાં સરનામું, એક કે બે મોબાઈલ નંબર તમામ વિગતો લખવી.
