એક ઉંદરે પૂરી કરી નોકરી! લેન્ડ માઈન્સ શોધવાની નોકરીમાંથી નિવૃત થયો ‘મેગાવા’ ઉંદર, જુઓ ફોટો

મેગવા નામનો આ આફ્રિકન જાયન્ટ પાઉચ રેટ (Magawa the hero rat) કે જેણે પોતાની બહાદુરી માટે ગોલ્ડ મેડલ પણ જીત્યું છે તે તેની લેન્ડ માઈન્સ (ખાણ) શોધવાની નોકરીમાંથી નિવૃત થઈ રહ્યો છે.

  • Publish Date - 11:16 pm, Sat, 5 June 21 Edited By: Kunjan Shukal
1/5
Magawa the hero rat retires from job detecting landmines
મેગવા નામનો આ આફ્રિકન જાયન્ટ પાઉચ રેટ (Magawa the hero rat) કે જેણે પોતાની બહાદુરી માટે ગોલ્ડ મેડલ પણ જીત્યું છે તે તેની લેન્ડ માઈન્સ (ખાણ) શોધવાની નોકરીમાંથી નિવૃત થઈ રહ્યો છે.
2/5
તેની સંભાળ રાખતા મલેન કહે છે કે 7 વર્ષનો મહાકાય આફ્રિકન ઉંદર હવે 'ધીમો' પડી રહ્યો છે. હવે જે રીતે તેની ઉંમર વધતી રહે છે તે પ્રમાણે તેની જરૂરિયાતોનું પણ માન રાખવું પડે છે. મલેને કહ્યું કે મેગાવાનું પર્ફોર્મન્સ હંમેશા અદ્ભુત રહ્યું છે અને તેની સાથે કામ કરીને મને ગર્વ થાય છે. તે વધુમાં જણાવે છે કે તે ભલે નાનો જીવ રહ્યો પણ તેને ઘણા જીવ બચાવવામાં મદદ કરી છે, તેમજ શક્ય તેટલી ઝડપી અને બને તેટલા ઓછા ખર્ચમાં જમીનો પરત અપાવી છે.
3/5
મેગાવાને બેલ્જિયમમાં નોંધાયેલ સંસ્થા એપોપો (Apopo) દ્વારા તાલીમ આપવામાં આવી હતી, જે તાંઝાનિયા સ્થિત છે. 1990ના દાયકાથી લેન્ડ માઈનસ શોધવા માટે પ્રાણીઓને- હીરો રેટ્સ (HeroRATs) તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણીઓની તાલીમના એક વર્ષ પછી તેને કામ માટે પ્રમાણિત કરવામાં આવે છે.
4/5
તેની સંભાળ લેતા ગ્રુપે કહ્યું કે મેગાવા હજુ થોડા દિવસ નવા ભરતી થયેલા પ્રાણી 'માર્ગદર્શક' બનીને અને સ્થાયી થવામાં મદદ મળી રહે તે માટે થઈને હજુ વધુ અઠવાડીયા અહીં રોકાઈ શકે છે.
5/5
મેગાવાએ દક્ષિણપૂર્વ એશિયાના દેશ કંબોડિયામાં 1.5 મિલિયન ચોરસ ફૂટ લેન્ડમાઈન પ્રદેશને મુક્ત કરવામાં મદદ કરી છે. આ લેન્ડમાઈન્સ 1970 અને 1980ના દાયકાની છે, જ્યારે કંબોડિયામાં ક્રૂર ગૃહ યુદ્ધ શરૂ થયું હતું.