કાનુની સવાલ : જો બેંકના ખાતામાંથી પૈસા ઉપાડવામાં ન આવે તો પેન્શન કેટલા દિવસ માટે બંધ થાય છે? જાણો સરકારી નિયમો શું છે?
વૃદ્ધોને મળતું પેન્શન, પછી ભલે તે સરકારી પેન્શન હોય કે અન્ય કોઈ યોજના, તેમના માટે સહાયક તરીકે કામ કરે છે. પરંતુ કેટલીક વખત એવું થાય છે કે, વ્યક્તિને ખબર નથી હોતી કે, તેનું પેન્શન અચાનક કેમ બંધ થયું છે. તો ચાલો જાણીએ બેન્કના ખાતમાંથી કેટલા દિવસ સુધી પૈસા ન ઉપાડવા પર પેન્શન બંધ થઈ જાય છે?

રિટાયરમેન્ટની ઉંમર બાદ વૃદ્ધને મળનારું પેન્શન સરકારી હોય કે, અન્ય કોઈ યોજના હેઠળ મળતે તે એક સહારાનું કામ કરે છે. આ પેન્શનથી તેમને કોઈ સહારાની જરુર પડતી નથી પરંતુ આર્થિક રુપથી આત્મનિર્ભર બનાવે છે. આ સાથે જીવનને સરળ બનાવે છે. પરંતુ કેટલીક વખત એવું થાય છે કે, પેન્શનર્સને ખબર નથી હોતી કે, તેનું પેન્શન અચાનક કેમ બંધ થયું છે.

તેઓ વારંવાર બેન્કના ચક્કર લગાવે છે. જો તમારા પરિવાર કે સ્વયંના પેન્શનને લાંબા સમયથી કોઈ પણ પ્રકારની લેવડદેવડ થતી નથી. તો અચાનક તમારું બેન્ક અકાઉન્ટ બંધ થઈ શકે છે. આ એક એવી સમસ્યા છે જેના વિશે ખુબ ઓછા લોકોને જાણકારી હોય છે.લોકો વિચારે છે કે, જો પૈસા ખાતામાં આવી રહ્યા છે તો બધુ બરાબર છે.

ભારતમાં પેન્શન સ્કીમથી લાખો રિટાયર્ડ લોકો માટે આર્થિક સહારો છે. દર મહિને પેન્શન તેના બેન્કના અકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે પરંતુ કોઈ વ્યક્તિ 6 મહિના કે તેથી વધારે સમય સુધી બેન્કમાંથી પૈસા ઉપાડતા નથી, તો સંબંધિત વિભાગ આ અકાઉન્ટને inactive સંદિગ્ધ માને છે.

આનો મતલબ એ નથી થતો કે, સરકાર તમારા પૈસા પરત લઈ લે છે પરંતુ આ એક અલર્ટ સિસ્ટમ હોય છે. જેનાથી એ નક્કી થાય છે કે, પેન્શન યોગ્ય વ્યક્તિને મળી રહ્યું છે કે નહી.

લાંબા સમય સુધી પેન્શન ન નીકળવાથી કેટલીક વખત ડિપાર્ટમેન્ટ એવું માની લે છે કે,વ્યક્તિ હવે જીવીત નથી. ત્યારે પેન્શન રોકવામાં આવી શકે છે પરંતુ પૈસા પરત લેવામાં આવતા નથી. આ રકમ તમારા ખાતામાં જ રહે છે. ત્યારબાદ તમે ક્લેમ કરી શકો છો.

પેન્શન બંધ થવાનું સૌથી સામાન્ય કારણ જીવન પ્રમાણપત્ર સબમિટ ન કરવું છે. આ ઉપરાંત, બેંક ખાતું નિષ્ક્રિય થઈ જવું અથવા KYC અપડેટ ન થવું પણ પેન્શન બંધ થવાનું કારણ બને છે.

જો તમારું પેન્શન પણ કોઈ કારણોસર બંધ થઈ ગયું છે. તો સૌથી પહેલા બેન્ક કે પેન્શન ઓફિસનો સંપર્ક કરો. જીવન પ્રમાણપત્ર ફરીથી સબમિટ કરો. એક નાનકડું લેખિત આવેદન આપો. જેમાં સ્પષ્ટ જણાવો કે ,પેન્શન કેમ બેન્કમાંથી ઉપાડવામાં આવ્યું ન હતુ. KYC ડોક્યુમેન્ટ અપટડે કરો. તમામ પ્રકિયા પુરી થયા બાદ પેન્શન ફરીથી શરુ કરવામાં આવી શકે છે. કેટલાક કેસમાં રોકાયેલું પેન્શનની રકમ વ્યાજ સાથે પરત મળી શકે છે.

આ વાતનું ધ્યાન જરુર રાખો. દર વર્ષે સમયસર લાઈફ સર્ટિફિકેટ જમા કરો. તમારા બેન્ક ખાતાને એક્ટિવ રાખો. જો પેન્શન આવતું નથી તો આને નજર અંદાજ કરો. ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ પ્રકારની પેન્શન સાથે જોડાયેલી પ્રકિયાને પુરી કરો.

તમને જણાવી દઈએ કે, સરકાર બેન્ક અકાઉન્ટમાં જમા થયેલું પેન્શન કોઈ પણ કારણ વગર પરત લઈ શકે નહી પરંતુ જો તમે લાંબા સમય સુધી પેન્શન ન ઉપાડો અને જરુરી ડોક્યુમેન્ટ જમા કરતા નથી. તો પેન્શન રોકવામાં આવી શકે છે. આ માટે સમય પર જીવન પ્રમાણપત્ર જમા કરો અને બેન્ક અકાઉન્ટને એક્ટિવ રાખવું ખુબ જરુરી છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
