
હવે આપણે કલમ 498-Aશું છે તેના પર વાત કરીએ. આઈપીસીની કલમ 498-A પતિ કે તેના સંબંધીઓ દ્વારા મહિલા પ્રતિ કરવામાં આવેલી ક્રુરતા સંબંધિત છે.તે એક ઓળખી શકાય તેવો, બિન-જામીનપાત્ર અને બિન-સમર્પણપાત્ર ગુનો છે,જેનો મતલબ કે, પોલિસ વગર વોરંટે ધરપકડ કરી શકે છે.જામીન એ અધિકાર નથી, અને આ મામલો કોર્ટની બહાર ઉકેલી શકાતો નથી.

હવે આખો મામલો શું છે તેના પર વિસ્તારથી વાત કરીએ. કપલના લગ્ન 24 માર્ચ 2022ના રોજ થયા હતા. આ મહિલાના બીજા લગ્ન હતા. તેમણે 2013માં આપસી સમંતિથી પહેલા પતિને છુટાછેડા આપ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, લગ્નના દોઢ મહિના બાદ તેની સાથે દુવ્યવ્હાર શરુ થયો હતો. તેના પતિએ તેની માનસિક અને શારીરિક બીમારીઓ છુપાવી હતી.

પરંતુ કોર્ટને ચાર્જશીટમાં સામેલ લગ્ન પહેલાની ચેટથી જાણવા મળ્યું કે, પતિએ પોતાની બીમારીઓ અને દવાઓ વિશે જણાવ્યું હતુ. કોર્ટે કહ્યું કે, મહિલાને લગ્ન પહેલા પતિની બીમારીઓની જાણકારી હતી.

પત્નીએ એ પણ આરોપ લગાવ્યો કે, દિવાળીની આસપાસ 15 લાખની માંગ ફ્લેટ ખરીદવા માટે કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ અંગે શંકા વ્યક્ત કરી, કારણ કે, પતિ પાસે પહેલેથી જ પોતાનો ફ્લેટ હતો. કોર્ટે એમ પણ કહ્યું કે પરિવારના સભ્યો પર લગાવવામાં આવેલા આરોપો "સામાન્ય..." હતા. જે કલમ 498-A હેઠળ ક્રુરતા અનુરુપ ન હતા.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)