કાનુની સવાલ : ડોકટર સારવારમાં બેદરકારી દાખવે છે, તમારા કાનૂની અધિકારો શું છે જાણો
તમે અનેક વખત એવું સાંભળ્યું હશે કે, અમે સમયસર પહોંચી ગયા હતા પરંતુ ડોક્ટરે યોગ્ય ધ્યાન આપ્યું નહી. જો ડોક્ટરે સમયસર ધ્યાન આપ્યું હોત તો આજે આ ધટના ન થઈ હોત. આપણા દેશમાં અનેક લોકો આવો વાતો કરતા જોવા મળે છે. ત્યારે એક સવાલ થાય છે કે, શું ડોક્ટર સારવારમાં લાપરવાહી કરે તો તમારે પાસે કોઈ કાનુની અધિકાર છે?

જો ડોક્ટરે લાપરવાહી કરી ન હોત તો આજે અમારો પરિવાર સુખી હોત. આ વાત જ્યારે સાંભળતા દુખ લાગે છે. જ્યારે જે પરિવાર સાથે આ દુર્ઘટના થઈ હોય તો તેના પર કેટલું દુખ થયું હશે. પરંતુ ડોક્ટર દ્વારા સારવારમાં લાપરવાહી એટલે કે, મેડિકલ નેંગ્લિજેન્સના કેસ અવાર-નવાર સામે આવતા હોય છે.

જો તમારી સાથે કે, તમારા પરિવાર સાથે આવું થાય છે. તો તમારી પાસે ક્યા કાનુની અધિકારો હોય છે. જેના વિશે વિસ્તારથી જાણીએ.

ડોક્ટર પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ. પરંતુ કેટલીક વખત આ ભરોસો તુટી પણ જાય છે. આ ખુબ જ દુખદ વાત છે. ભારતમાં દર વર્ષે લાપરવાહી એટલે કે, મેડિકલ નેગ્લિજેન્સના અનેક કેસ સામે આવે છે. જો તમારી સાથે પણ આવું થયું છે. તો તમે આ વાતને ભૂલવાની જરુર નથી. તમારે પાસે પણ કાનુની અધિકાર છો.

તેમ આ કાનુની અધિકારનો ઉપયોગ કરી વળતર મળેવી શકો છો. તેમજ ભૂલ કરનાર વિરુદ્ધ કાનુની કાર્યવાહીનો પણ અધિકાર છે. આ વિશે આજે આપણે વિસ્તારથી વાત કરીએ.

જો કોઈ ડૉક્ટર તેમની સારવારમાં બેદરકારી દાખવે છે, અથવા જો આ કેસમાં તબીબી બેદરકારીનો સમાવેશ થાય છે, તો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 હેઠળ કેસ દાખલ કરી શકાય છે. દરેક રાજ્યમાં એક મેડિકલ કાઉન્સિલ હોય છે. જો સારવાર યોગ્ય ન હોય તો ત્યાં પણ ફરિયાદ દાખલ કરી શકાય છે.

તબીબી બેદરકારી શું છે? આને આપણે સરળ ભાષામાં સમજીએ તો આપણા કાયદા મુજબ, ડૉક્ટરની જવાબદારી દર્દીની સંપૂર્ણ પ્રમાણિકતા, સારવાર અને સમજણ સાથે સારવાર કરવાની છે. આમ કરવામાં નિષ્ફળતા કાયદેસર રીતે ગેરકાયદેસર છે.

બીમારીની ઓળખ યોગ્ય રીતે ન કરવામાં આવે કે ખોટી સારવાર કરવાને મેડિકલ ભાષામાં નેગ્લિજેન્સ કહેવામાં આવે છે. સર્જરી ખોટી કરવી, ઈમરજન્સી દરમિયાન યોગ્ય રીતે ધ્યાન ન આપવું, ફોલો અપ યોગ્ય ન લેવી ડોક્ટરની લાપરવાહી ગણવામાં આવે છે.

તમે હોસ્પિટલના ફરિયાદ નિવારણ અધિકારી અથવા સ્થાનિક મેડિકલ કાઉન્સિલને ફરિયાદ કરી શકો છો.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
