
ભારતીય ઉત્તરાધિકાર કાનુનમાં કાનૂની વારસદારોને વર્ગ-1 અને વર્ગ-2 યાદીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ક્લાસ-1માં વ્યક્તિના નજીકના લોકો સામેલ છે. જેમ કે પત્ની, દીકરો, દીકરી વગેરે, જ્યારે ક્લાસ-2માં એ લોકો છે. જે વ્યક્તિના દુરના સંબંધી હોય છે. પરંતુ આ બંન્ને લિસ્ટમાં જમાઈનું નામ સામેલ નથી.

જો પત્નીને તેના પિતા પાસેથી મિલકત વારસામાં મળે છે, તો જમાઈ તેની પત્ની દ્વારા આડકતરી રીતે તે મિલકતનો દાવો કરી શકે છે. આ ખાસ કરીને પૈતૃક મિલકતના કિસ્સાઓમાં સંબંધિત છે. જ્યાં પુત્રીનો તેના પર કાયદેસરનો દાવો હોય છે. એકવાર પુત્રી મિલકત વારસામાં મેળવે છે, પછી જમાઈ તેના જીવનસાથી તરીકે લાભ મેળવી શકે છે,

વસિયતનામા દ્વારા જો સસરા તેમના વસિયતનામામાં ખાસ કરીને તેમના જમાઈનું નામ લખે છે, તો તેમના મૃત્યુ પછી, જમાઈને મિલકત પર સંપૂર્ણ કાનૂની અધિકાર મળે છે.

ગિફ્ટ ડીડ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાની દીકરી અને જમાઈને ગિફ્ટ તરીકે પ્રોપર્ટી આપી શકે છે. આ પ્રોપર્ટીને ગિફ્ટ ડીડ તરીકે રજિસ્ટર કરવું જરુરી હોય છે, જેનાથી કાનુની રુપથી જમાઈના નામે થઈ જાય છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)