સ્માર્ટ સીટી અમદાવાદની સ્કૂલોમાં દિવા તળે અંધારું, વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે અચાનક સ્કૂલની લીધી મુલાકાત અને ખોલી પોલ

ગુજરાત અને દિલ્લીની શિક્ષણ મોડલના ચાલતા વિવાદ વચ્ચે AMC વિપક્ષ નેતાએ સ્માર્ટ સિટી અમદાવાદની સ્કૂલોની મુલાકાત લીધી. જેમાં રાજ્ય સરકારના શિક્ષણ મોડલની પોલી ખુલી પડી ગઈ.

Tauseef Malik
| Edited By: | Updated on: Apr 10, 2022 | 4:17 PM
સર્વ શિક્ષા અભિયાન, સૌભણે, સૌ આગળ વધે. આ સૂત્ર ગુજરાત સરકારનું છે. પરંતુ, બાળકોને સારુ અને સુવિધાયુક્ત શિક્ષણ આપવા માટે અમદાવાદમાં જે સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવી છે. તેના દ્રશ્યો કંઈ જ જુદો જ ચિતાર આપી રહ્યા છે.

1 / 11
ગુજરાત અને દિલ્લીની શિક્ષણ મોડલના ચાલતા વિવાદ વચ્ચે AMC વિપક્ષ નેતાએ સ્માર્ટ સિટી અમદાવાદની સ્કૂલોની મુલાકાત લીધી. જેમાં રાજ્ય સરકારના શિક્ષણ મોડલની પોલી ખુલી પડી ગઈ.

ગુજરાત અને દિલ્લીની શિક્ષણ મોડલના ચાલતા વિવાદ વચ્ચે AMC વિપક્ષ નેતાએ સ્માર્ટ સિટી અમદાવાદની સ્કૂલોની મુલાકાત લીધી. જેમાં રાજ્ય સરકારના શિક્ષણ મોડલની પોલી ખુલી પડી ગઈ.

2 / 11
રખિયાલ ગુજરાતી શાળા નં-1 અને ઉર્દુ શાળા નં- 2માં ગંદકીના ઢગલા જોવા મળ્યા.સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે ટોયલેટની વ્યવસ્થા તો છે પણ જર્જરીત હાલતમાં.વિદ્યાર્થીઓને પીવાનું ચોખ્ખું પાણી મળે તે માટે RO સિસ્ટમ તો છે, પણ ધૂળ ખાઈ રહી છે.

3 / 11
 બહેરામપુરા ખાતે આવેલ સ્કૂલ બોર્ડની પ્રાથમિક શાળા નં-13ની વિપક્ષના નેતાએ અચાનક મુલાકાત લીધી હતી. સ્કૂલમાં વિદ્યાર્થીઓને જર્જરિત ટોયલેટનો ઉપયોગ કરવો પડે છે.

4 / 11
પીવાના પાણી માટે આરઓ સિસ્ટમ ધૂળ ખાઈ રહી છે. પીવાના પાણીની કે મધ્યાહન ભોજન માટે શેડની વ્યવસ્થા નથી. ધોરણ 9 અને 10ના કલાસ જર્જરિત હોવાને કારણે તાળા મારી દેવામાં આવ્યા છે. મુલાકાતમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. એક જ વર્ગખંડમાં ધોરણ 1 અને 3ના વિદ્યાર્થીઓને એક સાથે બેસાડી ભણવામાં આવે છે. ધોરણ 5ના વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતા ના આવડ્યુ.

5 / 11
 સ્કૂલ બોર્ડ દ્વારા સ્માર્ટ સ્કૂલના નામે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ બહેરામપુરા બાદ રખિયાલની શાળાઓ પણ કફોડી હાલતમાં જોવા મળી.

6 / 11
 રખિયાલ ગુજરાતી શાળા નં-1 અને ઉર્દુ શાળા નં- 2માં ગંદકીના ઢગલા જોવા મળ્યા. પીવાના પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી. આરઓ સિસ્ટમ લગાવ્યા બાદ વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. બાપુનગર હિન્દી માધ્યમિક શાળા અને રખિયાલ ઉર્દુ માધ્યમિક શાળા જર્જરિત હાલતમાં છે. બાપુનગર હિન્દી માધ્યમિક શાળામાં કલાસરૂમમાં કોમ્પ્યુટરનો ભંગાર રાખવામાં આવ્યો છે.

7 / 11
 આ અંગે સ્કૂલ બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટે સ્કૂલ બોર્ડ પ્રયાસ કરી રહ્યું છે. માર્ચમાં દરેક શાળાઓ પાસેથી પ્રાથમિક જરૂરિયાતની માહિતી મેળવી છે. વેકેશનમાં શાળાઓમાં પ્રાથમિક જરૂરિયાતની કામગીરી કરવામાં આવે છે. જે શાળાઓમાં મુશ્કેલી છે તેની માહિતી મેળવી સોલ્યુશન લાવીશું.

8 / 11
 અમદાવાદ શહેરમાં સરકારી શાળાઓની આ હાલત હોય તો ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પૂરતા શિક્ષકો અને ઓરડાઓ નથી ત્યાં વિદ્યાર્થીઓ કેવી રીતે સારુ શિક્ષણ મેળવી શકશે તે સૌથી મોટો પ્રશ્ન છે.

9 / 11
સ્કૂલ બોર્ડની આ પ્રકારની બેદરકારી સામે વિપક્ષે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.જે શાળાઓ જર્જરિત હાલતમાં છે તેનું તાત્કાલિક રિનોવેશન કરવાની માંગ કરી છે.

10 / 11
જે સ્કૂલોમાં શિક્ષકોની ઘટને કારણે એક ક્લાસમાં એકથી વધુ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરવામાં આવે છે તે અંગે તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવા માંગ કરી છે.

11 / 11

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">