Gujarati News » Photo gallery » Kshatriya women organize Fag Mahotsav in Ahmedabad, find out why Fag Mahotsav is celebrated
અમદાવાદમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફાગ મહોત્સવનું આયોજન, જાણો કેમ ઉજવાય છે ફાગ મહોત્સવ
ફાગ મહોત્સવને લઈ મહિલાઓ અને નાની બાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજા ભગીરથના વંશજોની વર્ષો જૂની પરંપરા પ્રમાણે આવનારું વર્ષ સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિમય રીતે પસાર થાય તે માટે ફાગ મહોત્સવ યોજાય છે.
અમદાવાદમાં ફાગ મહોત્સવ યોજાયો ધામધૂમથી ..આ મહોત્સવમાં ક્ષત્રિય મહિલાઓએ તલવાર રાસ રજૂ કર્યો હતો..તલવાર રાસ રમી ક્ષત્રિય મહિલાઓએ પોતાનું શૌર્ય બતાવ્યું હતું
1 / 5
આ તલવાર બાજી જોઈને સૌ કોઈ આશ્વર્ય ચકિત થઈ ગયા હતા..સાથે મહિલાઓએ એકબીજાને તિલક લગાવી હોળી પણ મનાવી હતી..ફાગ મહોત્સવમાં ક્ષત્રિય મહિલાઓ દ્રારા તલવાર રાસ, તિલક હોળી, ઘુમર જેવા કાર્યક્રમો યોજાયા હતા..ફાગ મહોત્સવને લઈ મહિલાઓ અને નાની બાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
2 / 5
દેશભરમાં હોળી ધૂળેટીની રાહ જોવાઈ રહી છે ત્યારે અમદાવાદમાં ફાગ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી.... આ ફાગ ઉત્સવમાં રાજસ્થાનની પરંપરાના રંગ પણ જોવા મળ્યા... તો ક્ષત્રાણીઓનું શૌર્ય પણ જોવા મળ્યું.
3 / 5
રાજસ્થાનની ક્ષત્રાણીનું સાચું સ્વરૂપ આ કાર્યક્રમમાં જોવા મળ્યું હતું.... ફાગ ઉત્સવમાં મહિલાઓ સોળ શણગાર સજીને કાર્યક્રમમાં હાજર રહી હતી... તો તલવારબાજીને પણ લોકો જોતા જ રહી ગયા... સૌ કોઈએ ફૂલોની હોળી રમી... તો આ સાથે એકબીજાને તિલક લગાવી તિલક હોળી પણ રમી હતી.
4 / 5
ફાગ મહોત્સવને લઈ મહિલાઓ અને નાની બાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, રાજા ભગીરથના વંશજોની વર્ષો જૂની પરંપરા પ્રમાણે આવનારું વર્ષ સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિમય રીતે પસાર થાય તે માટે ફાગ મહોત્સવ યોજાય છે... ત્યારે દર વર્ષની પરંપરા જળવાઈ રહે તે માટે રાજસ્થાની મહિલાઓ દ્વારા સુંદર આયોજન કરાયું હતું. (Photos By- Deepak sen) ( Edited By- omprakash sharma)