Knowledge : પુરી અને અમદાવાદની રથ યાત્રામાં શું છે અંતર ? જાણો ભગવાન જગન્નાથની રથ યાત્રા અંગેની રસપ્રદ વાતો
Ahmedabad and Puri Rath Yatra: અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે ઓડિસ્સાના પુરી અને ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ચાલો જાણીએ આ બંને રથ યાત્રા વચ્ચેનું અંતર અને ખાસિયત.

અષાઢી બીજના દિવસે પુરીમાં ભગવાન જગન્નાથની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આવી રથ યાત્રા દેશના અલગ અલગ શહેરમાં પણ નીકળતી હોય છે.

પુરીમાં જગન્નાથનું મુખ્ય અને પ્રાચીન મંદિર છે. જ્યારે અમદાવાદમાં જગન્નાથનું પ્રાચીન મંદિર નથી. પુરી સાથે જોડાયેલી રથ યાત્રા અન્ય શહેરોમાં પણ થતી રહી અને અમદાવાદની રથ યાત્રાને લોકપ્રિયતા મળી. પુરીમાં જે રથ નીકળે છે તેના નવા રથ 2 મહિના પહેલા બને છે.જયારે અમદાવદામાં દર વર્ષે નવા રથ બનતા ન હતા. આ વર્ષે પહેલીવાર અમદાવાદની રથ યાત્રા માટે નવા રથ બન્યા છે.

પુરીની રથ યાત્રા લગભગ 3થી 4 કિલોમીટરનું અંતર કાપીને ગુંડીચા મંદિર પહોંચે છે. ત્યાંથી 7 દિવસ બાદ આ રથ યાત્રા પરત ફરે છે. અમદાવાદની રથ યાત્રા લગભગ 18 કિલોમીટર લાંબી હોય છે અને એ જ દિવસે પરત ફરે છે. યાત્રાની શરુઆતમાં સૌથી પહેલા બલરામજીનો રથ હોય છે. ત્યાર બાદ સુભદ્રાજીના પદ્મ રથની યાત્રા શરુ થાય છે. અને અંતમાં ભગવાન જગન્નાથનો રથ નીકળે છે.

પુરીની રથ યાત્રાનો સૈંકડો વર્ષ જૂનો ઈતિહાસ છે. જ્યારે અમદાવાદની રથ યાત્રા 145 વર્ષ જૂની છે. પુરીમાં નીકળતી રથ યાત્રામાં 3 વિશાળ રથ હોય છે. જેમાં બલરામજીના રથને 'તાલ ધ્વજ' , બહેન સુભદ્રાના રથને 'પદ્મ ધ્વજ' અથવા 'દેવદલન' અને જગન્નાથના રથને 'નંદીઘોષ', 'ગરુડ ધ્વજ' ' કપિલ ધ્વજ' તરીકે ઓળખવામાં આવે છે. બંને યાત્રા ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. બંને જગ્યા એ મંદિરમાં બિરાજવાન ભગવાનની મૂર્તિઓ એક સમાન છે.

ભગવાન જગન્નાથનો 6 પૈડાવાળો 'નંદીઘોષ' રથ 13.5 મીટર ઊંચો છે. સુભ્રદાજીના 12.9 મીટર ઉંચા 12 પૈડાવાળા રથમાં લાલ, કાળા કપડા સાથે 593 લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. બલરામજીના રથ 'તાલધ્વજ' 14 પૈડા સાથે 13.2 મીટર ઉંચો હોય છે, જે લાલ, લીલા કાપડ અને લાકડાના 763 ટુકડાઓથી બનેલું છે. દુનિયાના કોઈપણ ખૂણે આ રથયાત્રા નીકળે, રથને આ નામથી સંબોધવામાં આવે છે. જો કે આ રથની રચના શૈલી સમાન છે.