Knowledge News: શું તમને ખબર છે કે રેલવે ટ્રેક પર અને આજુબાજુમાં કેમ પથ્થરો રાખવામાં આવે છે ? આ છે મુખ્ય ત્રણ કારણ

TV9 GUJARATI

|

Updated on: Feb 02, 2023 | 5:12 PM

Knowledge News : ભારતીય રેલવે ટ્રેનોએ ભારતની જીવાદોરી સમાન છે. આ ભારતીય રેલવેની ટ્રેનો સાથે અનેક રોચક માહિતી જોડાયેલી હોય છે. ચાલો જાણીએ ભારતીય રેલવે સાથે જોડાયેલી એવી જ એક રોચક વાત આ અહેવાલમાં.

તમે તમારા જીવનમાં એક વાર ભારતીય રેલવે ટ્રેનોમાં યાત્રા કરી જ હશે. તમે રેલવે ટ્રેકની આસપાસ ઘણા બધા પત્થરો પણ જોયા હશે. ટ્રેક પાસે આટલા બધા પત્થરો હોવા પાછળ પણ એક ખાસ કારણ છે. ચાલો જાણીએ તેની પાછળના રસપ્રદ કારણો.

1 / 5
ભારતીય રેલેવે ટ્રેક પાસે મોટી સંખ્યામાં પત્થરો હોવા પાછળનું મુખ્ય કારણ સુરક્ષા હોય છે. ભારતીય રેલેવે ટ્રેક પાસે પત્થરો હોવા પાછળ 3 મહત્વના કારણો છે.

2 / 5
પહેલું કારણ - રેલવે ટ્રેક પર છોડ-ઝાડ ન ઉગે તેના માટે પત્થરોનો ઉપયોગ થાય છે. પત્થરોને કારણે ટ્રેક પર છોડ-ઝાડ ઉગવાથી રોકી શકાય છે. કારણ કે છોડ-ઝાડથી ટ્રેક પર દોડતી ટ્રેનની ઝડપ પર અસર થાય છે.

3 / 5
બીજું કારણ - જ્યારે ટ્રેન ટ્રેક પરથી પસાર થાય છે ત્યારે ખુબ કંપન અને અવાજ થાય છે. ટ્રેક પરના પત્થર અવાજને ઓછો કરે છે અને કંપન સમયે ટ્રેકની નીચેની પટ્ટી (સ્લીપર્સ)ને ફેલાવાથી રોકે છે. તેથી આ પત્થર સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે.

4 / 5
ત્રીજું કારણ - ટ્રેકની આસપાસના પત્થર અને કોંક્રિટના સ્લીપર્સને કારણે રેલવે ટ્રેક લાંબા સમય સુધી ટકી રહે છે. પહેલાના સમયમાં લાકડાના સ્લીપર્સને કારણે ટ્રેકને વરસાદના પાણીમાં નુકશાન થતું હતું. પણ હવે ટ્રેકની આસપાસના પત્થરો અને કોંક્રિટના સ્લીપર્સને કારણે ટ્રેક પર ટ્રેનનું બેલેન્સ બની રહે છે. પત્થરોને કારણે ટ્રેક જોડાયેલો રહે છે.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati