
વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારના ઘર કે પ્લોટમાં રહેનાર વ્યક્તિને ધનહાનિ થાય છે. વાસ્તુઅનુસાર આ પ્રકારની જમીન અશુભ માનવામાં આવે છે.

કાકમુખી પ્રકારનો પ્લોટ આગળ સાંકડો અને બાજુ પહોળો હોય છે. આ પ્રકારના પ્લોટમાં રહેનાર વ્યક્તિ ખુશ અને સમૃદ્ધ રહે છે. તે ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે.

ડબલ રથ આકારનો પ્લોટ મકાન બાંધકામની દ્રષ્ટિએ સારો માનવામાં આવતો નથી. વાસ્તુ શાસ્ત્રના નિયમો અનુસાર, આવા પ્લોટ ઘરમાલિકને આમતેમ દોડાવે છે. તેને એક જગ્યાએ કાયમી સુખ મળતું નથી. તે એક અશુભ સંકેત છે. આ પ્રકારનો પ્લોટ ક્યારેય ખરીદવો જોઈએ નહીં.(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)