
કેટલાક પ્લોટ ગોળ, ચોરસ, લંબચોરસ, નળાકાર જેવા અનેક પ્રકારના પ્લોટ અને જમીન પર ઘર બનાવતા હોય છે.

જે પ્લોટના ચાર ખૂણા અને લંબાઈ-પહોળાઈ સમાન હોય તેને ચોરસ પ્લોટ કહેવામાં આવે છે. આ જમીન પર ખૂબ જ સુંદર ઘર બનાવી શકાય છે.

આ જમીન મકાન બાંધકામ માટે ખૂબ જ શુભ છે. આવી જમીન પર ઘર બનાવવાથી દુઃખ અને ગરીબીનો નાશ થાય છે કારણ કે દેવી લક્ષ્મી હંમેશા તેના પર રહે છે.

આ પ્લોટ રોજગારની દ્રષ્ટિએ પણ ખૂબ જ પ્રગતિશીલ માનવામાં આવે છે.(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)