કાશ્મીર: એક સમયનું વિશ્વપ્રસિદ્ધ આ ભવ્ય મંદિર, હવે ફેરવાઈ ગયું છે ખંડેરમાં, જુઓ તસ્વીરો

ભારતના બે વિશ્વ વિખ્યાત સન ટેમ્પલ્સ (કોણાર્ક અને માર્તંડ) માં માર્તંડ સૂર્ય મંદિર વિશે લોકોને વધુ ખબર નથી. આ મંદિર કાશ્મીરના અનંતનાગમાં આવેલું છે.

  • tv9 webdesk37
  • Published On - 15:39 PM, 12 Apr 2021
1/6
કાશ્મીરી સ્થાપત્યનો ઉત્તમ નમૂનો, આધારસ્તંભોમાં ગ્રીક રચના, સ્થાપત્ય અને વાસ્તુકલાને કારણે વિશ્વ પ્રખ્યાત સૂર્ય મંદિર દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં શ્રીનગરથી 60 કિલોમીટર દૂર સ્થિત છે. આ મંદિરમાં ચાઇનીઝ, રોમન, ગ્રીક અને ભારતીય શૈલીની અનોખી ઝલક પણ જોઇ શકાય છે. ભારતના બે વિશ્વ વિખ્યાત સન ટેમ્પલ્સ (કોણાર્ક અને માર્તંડ) માં માર્તંડ સૂર્ય મંદિર વિશે લોકોને વધુ ખબર નથી.
2/6
આ મંદિર ભગવાન સૂર્યની ઉપાસના માટે કર્કોટા વંશના રાજા લલિતાદિત્ય મુક્તાપીડ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
3/6
મંદિરના અવશેષોમાં હજી ઘણા વિશાળ થાંભલા છે જે કિલ્લાની અનુભૂતિ આપે છે. મંદિરની દિવાલો પર અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. કાશ્મીર ઘાટીમાં બનેલું આ સૂર્ય મંદિર તેની દુર્દશાના દિવસો વિતાવી રહ્યું છે.
4/6
આ પ્રાચીન મંદિરની આસપાસનો નજારો ખૂબ જ સુંદર છે. મંદિરનો પૂર્વ પ્રવેશ મુખ્ય પ્રવેશદ્વાર છે.
5/6
મંદિર સંકુલમાં 84 સ્તંભ છે. ખંડેર રૂપમાં ફેરવાયા હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.
6/6
મંદિરના તળાવની સુંદરતા જોતા જ રહી જઈએ એવી છે. ચારે બાજુ વિશાળ પર્વતો છે, જે પ્રવાસીઓને આશ્ચર્યજનક લાગે છે. મંદિરના સ્થાપત્યને જોઈને લોકો હજી પણ દાંત નીચે આંગળીઓ દબાવી છે. એટલે કે એટલા અભિભૂત થઇ જાય ચેહ. પરંતુ અવગણનાને કારણે આ મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયું છે.