
ફણગાવેલા મસૂર - ફણગાવેલા મસૂર ફક્ત સ્વાદિષ્ટ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન, ફાઈબર, અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે. ફણગાવવાથી તેમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ વધે છે અને તે પચવામાં પણ સરળ બને છે. તે શરીરમાં ઊર્જા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ફણગાવેલા સફેદ ચણાના - દેશી ચણાની જેમ, તમને સફેદ ચણા ખાવાના અનેક ફાયદા થાય છે. તેમાં પ્રોટીનનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. 140 ગ્રામ ફણગાવેલા સફેદ ચણાનામાં લગભગ 36 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. ઉપરાંત, તેમાં દૈનિક મૂલ્ય અનુસાર 40% આયર્ન હોય છે.

ફણગાવેલા સોયાબીન - ફણગાવેલા સોયાબીન એક અત્યંત પૌષ્ટિક આહાર છે, જે તમારા શરીર માટે ઘણા ફાયદાઓ ધરાવે છે. સોયાબીનમાં 70 ગ્રામમાં 85 કેલરી, 9 ગ્રામ પ્રોટીન, 12% વિટામિન સી, 30% ફોલેટ અને 8% આયર્ન હોય છે. સોયાબીનને ફણગાવવાથી તેમાં રહેલા ફાયટિક એસિડનું સ્તર ઘટે છે. ફાયટિક એસિડ એક એવું તત્વ છે જે આયર્ન, ઝીંક અને કેલ્શિયમ જેવા ખનિજોના શોષણને અવરોધે છે. જ્યારે સોયાબીન ફણગાવવામાં આવે છે, ત્યારે આ એસિડનું પ્રમાણ ઓછું થઈ જાય છે, જેનાથી શરીર આ ખનિજોને વધુ સારી રીતે શોષી શકે છે.

ફણગાવેલા વટાણા - વટાણામાં પ્રોટીન, વિટામિન સી અને વિટામિન બી9 (ફોલેટ) નો ઉત્તમ સ્ત્રોત છે. ઘણા લોકો તેનાથી અજાણ છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તમે તેને ફણગાવીને તમારા આહારમાં સામેલ કરી શકો છો અને તેના પોષક તત્વોનો લાભ લઈ શકો છો.

ફણગાવેલા રાજમા - રાજમાને ફણગાવીને તમારા આહારમાં ઉમેરો. હેલ્થલાઈન અનુસાર, 184 ગ્રામ રાજમાં 79% વિટામિન સી અને 8 ગ્રામ પ્રોટીન હોય છે. આ પૌષ્ટિક આહાર તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, તેથી તેને સલાડ કે શાકભાજીમાં ઉમેરીને ખાઓ.