Jamnagar: પરંપરાગત ખેતી છોડી મોખાણા ગામના ખેડૂતોએ ફુલોની ખેતી અપનાવી, ઓછા ખર્ચમાં જ રંગેબેરંગી ફુલોથી ખેતર લહેરાયા

જામનગર નજીક આવેલા મોખાણા ગામમાં રોડની બંન્ને બાજુ અલગ અલગ રંગોના ફુલોથી ખેતરો ઊભરાતા હોય તેવા અદભુત દર્શ્યો જોવા મળે છે. અહીના મોટાભાગના ખેડુતો અન્ય ખેતીની સાથે ફુલોની ખેતી કરે છે. ફુલો માટે મોખાણા ગામ ખુબ જ જાણીતુ થયુ છે.

Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 28, 2022 | 7:22 AM
જામનગર નજીક આવેલુ મોખાણા ગામ રણજીત સાગર ડેમ નજીક આવેલુ છે. ફુલોની ખેતી માટે પુરતી પાણી જોઈએ. ત્યારે અહીં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. જેથી ખેડુતો છેલ્લા કેટલાક  વર્ષોથી પરંપરાગત ખેતીને ત્યજીને કરી ફુલોની ખેતી તરફ વળ્યા છે. બાગાયતી ખેતી કરીને તેઓ દૈનિક આવક મેળવી રહ્યા છે.

1 / 5
ખેડુતો કરી ફુલોની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. ફુલોની ખેતીમાં સતત 10 વર્ષ સુધી ઉત્પાદન મળી શકે છે. ફુલોની ખેતીમાં ખર્ચ ઓછો અને આવક વધુ થતા આ ખેતી ખેડુતોને ફળી છે. ખેડુતોએ અહી ગુલાબ, ગલગોટા, ગેલરીયા સહીતના ફુલોની ખેતી કરી છે.

2 / 5
અગાઉ  કપાસ કે મગફળીની ખેતીમાં  ખેડૂતોને કોઇને કોઇ કારણોસર નુકસાન થતુ હતુ. જ્યારે અત્યારે દર માસમાં ખેડૂતો અંદાજે 8થી 12 હજાર રૂપિયા સુધીની ફુલોથી જ આવક મેળવે છે. ફુલોની આવક દૈનિક થતી હોય છે. કોઈ કારણે ફુલોમાં બગાડ આવે તો એકાદ દિવસ આવક ઓછી થાય. જો કે તેનુ નુકસાનનું પ્રમાણ ખુબ ઓછુ હોય છે.

3 / 5
અહી રસ્તા પર બંન્ને બાજુ ખેતરોમાં લાલ, પીળા, કેસરી, સફેદ સહીતના રંગબેરંગી ફુલોથી છવાયેલી ચાદર હોય તેવો નજારો જોવા મળે છે. જામનગર શહેરમાં મોટાભાગે મોખાણા ગામના ફુલો આવતા હોય છે. ખેડૂતોએ અન્ય ખેતીની સાથે ખેડુતો ફુલોની ખેતી કરીને પોતાની સારી આવકની સાથે ગામને અનોખી ઓળખ પણ આપી છે.

4 / 5
વધુ ખર્ચ, વધુ બીયારણ, વધુ સમય અને વધુ મહેનત થતી હોવાથી બટેટા અને કપાસ જેવી ખેતીને અંહીના ખેડુતોએ છોડી છે. હવે ઓછી મહેનત અને ઓછા ખર્ચમાં સુંગધીત ફુલોની ખેતી કરીને ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">