
આ સ્પેશિયલ ટુર પેકેજમાં તમને મનસા દેવી મંદિર, ચંડી દેવી મંદિર, હર કી પૌડીમાં ગંગા આરતી, ભીમતાલ, સાતતાલ,નૈનાદેવી મંદિર,બૈજનાથ મંદિર, ગ્વાલદમ અને કૌશાનીમાં ગાંધી આશ્રમ જેવા પર્યટન સ્થળોની યાત્રા કરાવવામાં આવશે.

જો તમે સોલો ટ્રાવેલ કરવા માંગો છો તો તમારે 72450 રુપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે. બે વ્યક્તિ માટે પેકેજ બુક કરી રહ્યા છો તો પ્રતિ વ્યક્તિ તમારે 44100 અને 3 લોકો માટે પેકેજ બુક કરી રહ્યા છો. તો તમારે 31950નો ચાર્જ ચુકવવાનો રહેશે.

IRCTCનું આ ટુર પેકેજ 12 રાત અને 13 દિવસનું છે. જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો, તો આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ તમે આ ટુર પેકેજ બુક કરાવી શકો છો.