IPL 2022: જાણો કોણ છે Delhi Capitalsએ વિદેશી ખેલાડી જે કોરોના પોઝિટિવ આવ્યો, RT-PCR રિપોર્ટમાં શું બહાર આવ્યું

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals Covid-19 Cases) નો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રિષભ પંત અને આખી ટીમ ફરી એકવાર આઈસોલેટ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 4:47 PM
 IPL 2022માં ફરી એકવાર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સમાં ત્રણ સભ્યોના કોરોના પોઝિટિવ હોવાના અહેવાલો આવ્યા હતા, જેમાંથી એક વિદેશી ખેલાડીની પણ વાત કરવામાં આવી રહી હતી પરંતુ તાજેતરના અહેવાલો અનુસાર, તેને કોરોના નથી. (PC-PTI)

1 / 5
દિલ્હી કેપિટલ્સનો વિદેશી ખેલાડી મિશેલ માર્શ એન્ટિજેન ટેસ્ટમાં કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, આ પછી તેનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો અને તેમાં તે નેગેટિવ આવ્યો. તમને જણાવી દઈએ કે માર્શે આ સીઝનની પ્રથમ મેચ  જ રમી હતી. (PC-PTI)

2 / 5
હાલમાં દિલ્હી કેપિટલ્સમાં કોરોનાના બે કેસ સામે આવી રહ્યા છે. ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ ઉપરાંત કોચિંગ સ્ટાફના અન્ય એક સભ્ય કોવિડ પોઝિટિવ હોવાનું કહેવાય છે. આ મામલા બાદ ટીમના ખેલાડીઓને હોટલના રૂમમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. (PC-PTI)

3 / 5
દિલ્હી કેપિટલ્સ સોમવારે પુણે જવા રવાના થવાની હતી પરંતુ કોવિડના કેસને કારણે તે થઈ શક્યું નહીં. તમને જણાવી દઈએ કે 20 એપ્રિલે દિલ્હી કેપિટલ્સનો સામનો પંજાબ કિંગ્સ સામે થશે. ટીમ પુણે માટે ક્યારે રવાના થશે તે મહત્વનો પ્રશ્ન છે. આગામી થોડા કલાકોમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.(PC-PTI)

4 / 5
IPL 2022 માં, કોરોના સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત જો 12 સ્વસ્થ ખેલાડીઓ હોય તો ટીમ મેચ રમી શકે છે. આ માટે સાત ભારતીય ખેલાડીઓ હોવા જરૂરી છે. 12માંથી એક અવેજી ફિલ્ડર હોવો જોઈએ. નહિંતર, BCCI મેચ ફરીથી શેડ્યૂલ કરી શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">